કોરોનાકાળમાં અનેક લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો હોવાંથી આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યાં છે. આવા લોકોની માટે હાલમાં એક ખુબ આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાયડન દ્વારા અમેરિકાના તમામ નાગરિકોને કુલ 2,000 ડોલરની રાહત સહાય આપવા પર ભાર મુકવામાં આવ્યો છે.
તેઓ જણાવતાં કહે છે કે, હાલમાં 600 ડોલરની રકમ મર્યાદિત નથી. બાયડન દ્વારા હાલમાં કુલ 600 ડોલરની રોકડ રકમને ડાઉન પેમેન્ટ ગણાવવામાં આવી હતી. તેઓએ કહ્યું હતું કે, જો તેમની પાર્ટી સંસદના બંને સદનોમાં બહુમતી મળશે તો તરત જ કુલ 2,000 ડોલરની રાહત સહાય જારી કરવામાં આવશે.
હવે ડેમોક્રેટ્સ નજીક હાઉસ ઓફ રિપ્રેઝટિટીવ તથા સેનેટમાં બહુમતી છે તેમજ બાયડન 20 જાન્યુઆરીનાં રોજ અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. આ સંજોગોમાં તેમના દ્વારા નવા પ્રોત્સાહન પેકેજ પર ભાર મુકવાની વધુ શક્યતા રહેલી છે.
બાયડને રવિવારે જણાવતાં કહ્યું હતું કે, જ્યારે ભાડા તથા ભોજન વચ્ચેની પસંદગી કરવી હોય તો માત્ર 600 અમેરિકી ડોલર મર્યાદિત નથી. આપણને કુલ 2,000 અમેરિકન ડોલરની રાહત રકમની જરૂર રહેલી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ કુલ 2,000 ડોલરની રાહત રકમ આપવાની વાતનું સમર્થન કરવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle