પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ છે કે જ્યાં ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું. પણ સોશિયલ ડિસ્ટન્સનો બળાત્કાર કરનારા ભાજપના પ્રદેશ અધ્યક્ષ બેફામ બનીને ગુજરાત પરીભ્રમણ કરી રહ્યા છે, જે ગુજરાત પોલીસને હજી સુધી દેખાયું નથી. વારંવાર દર અઠવાડિયે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા સી આર પાટીલ જાહેર સભાઓ કરી રહ્યા છે. ભાજપના નેતાઓ પણ ઠેક ઠેકાણે રેલીઓ અને સભા કરી રહ્યા છે, મસક વગર પણ દેખાઈ રહ્યા હોય છે ત્યાં ગુજરાતના એક પણ અધિકારીની હજી હિમ્મત નથી થઇ કે અવાજ ઉઠાવીને કે કાયદો શીખવી શકે.
વડોદરામાં મંગળવારે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ભાજપના વોર્ડ.નં.13 અને 18ના પરિવાર દ્વારા લોકો અને કાર્યકર્તાના સહકારથી બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી વોર્ડ નં.13 અને 18ના વિસ્તારમાં ફરી હતી. સામાન્ય માણસ સામે રૂવાબ છાટતી પોલીસને આ રેલીમાં સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન નજરે ચડ્યું ન હતું. જ્યારે દ્રશ્યોમાં 100થી વધુ વ્યક્તિનો મેળાવડો જોવા મળ્યો હતો. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ સાંસદના ઘરે ઘેરાવ કરતા પોલીસને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન જણાતા તાબડતોબ 8 કાર્યકરોની અટકાયત કરી હતી. અને ગુનો દાખલ કરી દીધો હતો.
થોડા દિવસ અગાઉ અમદાવાદના નારણપુરા AEC ઓફિસ પાસે આવેલા ભૂમિ પાર્ટી પ્લોટમાં રવિવારે યોજાયેલી સભામાં મંજૂરી કરતા વધુ કાર્યકરો આવતા પોલીસે કાયદો બતાવી અને આમ આદમીનો કાર્યક્રમ રોકતા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા અને નેતાઓ રોડ પર બેસી ચક્કાજામ કર્યો હતો. ગોપાલ ઇટાલીયા પોલીસ વાન પર ચડી અને “ભાજપ હમ સે ડરતી હે પુલીસ કો આગે કરતી હે” ના નારા લગાવ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર લોકો ફરી ટોળું કરતા કાર્યક્રમના આયોજક મિહિર પટેલ, શહેર પ્રમુખ અમઝદખાન પઠાણ સહિત ત્રણ લોકો સામે ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle