26 જાન્યુઆરી ગણતંત્ર દિવસે ભારતનાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત બનશે આ ઐતિહાસિક ઘટના

ગણતંત્ર દિવસે ભારતનાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત બનશે આ ઐતિહાસિક ઘટના -જાણો જલ્દી..થોડા દિવસ બાદ એટલે કે, 26 મી જાન્યુઆરીનાં રોજ ભારતમાં ગણતંત્ર દિવસની ઉજવણી દર વર્ષે ઉત્સાહપૂર્વક કરવામાં આવતી હોય છે પરંતુ હાલમાં કોરોના મહામારી ધ્યાનમાં લઈ એક નિર્ણય લેવામાં આવતો છે. જેને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે.

ભારતના 72મા ગણતંત્ર દિવસે એટલે કે 26 જાન્યુઆરીએ આ વર્ષે કોઈપણ દેશના રાષ્ટ્રપ્રમુખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્તિથ રહેશે નહીં. વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, કોરોના વાયરસને કારણે આ વર્ષ દરમિયાન ગણતંત્ર દિવસે મુખ્ય અતિથિ તરીકે વિદેશી રાષ્ટ્ર પ્રમુખ અથવા સરકારના વડાને આમંત્રિત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા 55 વર્ષોમાં એટલે કે વર્ષ 1966 પછી આ સૌપ્રથમ બનશે કે, જ્યારે ભારતનો ગણતંત્ર દિવસ મુખ્ય મહેમાન વગર ઉજવણી કરવામાં આવશે. આની પહેલાં બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન ગણતંત્ર દિવસની ઉજવણીના મુખ્ય મહેમાન બનવાના હતા પણ તેમણે કોરોનાથી તેમના દેશની લથડતી સ્થિતિને લીધે પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો.

જો કે, ત્યારપછી સૂરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીને આમંત્રિત કર્યાં હોવાના સમાચાર સામે આવ્યા હતા પરંતુ તેની પણ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. હાલમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કરી દીધું છે કે, આ વર્ષે ગણતંત્ર દિવસની ઉજવણી વિદેશી મુખ્ય અતિથિ વિના જ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે…yd+hv લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *