આવો જાણીએ સર્જીકલ સ્ટ્રાઈકની સફળતા માટે પાકિસ્તાનમાં મુસલમાન બનીને રહેનાર અજીત ડોભાલની કેટલીક રસપ્રદ વાતો

હાલમાં એક જાણકારી સામે આવી રહી છે. 76 વર્ષીય અજીત ડોભાલ આજે પોતાનો જન્મદિનની ઉજવણી કરી રહ્યા છે. સર્જીકલ સ્ટ્રાઇકના માસ્ટર માઇન્ડ મનાતા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલનો જન્મ આજના દિવસે એટલે કે,20 જાન્યુઆરીએ થયો હતો.

તેઓ એક ભારતીય છે કે, જે પાકિસ્તાનમાં આવેલ લાહોરમાં પોતાના દેશની રક્ષા માટે સતત 7 વર્ષ સુધી મુસલમાન બનીને રહ્યા હતા. તેઓ ભારતના એવા એકમાત્ર નાગરિક છે કે, જેમને સૈન્ય સમ્માન કીર્તિ ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યા છે. આ સમ્માન મેળવનાર તેઓ સૌપ્રથમ પોલીસ ઓફિસર છે.

આવો જણાવીએ અજીત ડોભાલ અંગેની ખાસ વાતો :
અજીત ડોભાલ IPS તથા ભારતના હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. ઉત્તરાખંડમાં આવેલ પૌડી ગઢવાલમાં 20 જાન્યુઆરી વર્ષ 1945ના રોજ અજીત ડોભાલનો જન્મ થયો હતો. તેમના પિતા ઇન્ડિયન આર્મીમાં હતા. અજમેર મિલિટ્રી શાળામાંથી અભ્યાસ કર્યા પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી ઇકોનોમિક્સમાં પોસ્ટ-ગ્રેજ્યુએશન કર્યું છે.

વર્ષ 1968 કેરલ બેચના IPS ઓફિસર અજીત ડોભાલ પોતાની નિમણૂકના 4 વર્ષ પછી વર્ષ 1972ની સાલમાં ઇન્ટેલિજન્સ બ્યુરોની સાથે જોડાયા હતા. આની સાથે જ એમણે કેરિયરમાં વધારે સમય ગુપ્તચર વિભાગમાં જ કામ કર્યું છે. એવું કહેવામાં આવે છે કે, તેઓ સતત 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં ઇન્ટેલિજન્સ ડિટેક્ટિવ રહ્યા હતાં.

વર્ષ 2005 માં ઇન્ટેલિજન્સ ઓફિસરના રૂપમાં સ્થાપિત અજીત ડોભાલ ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેકટર પદ પરથી રિટાયર થયા હતાં. ત્યારપછી વર્ષ 2009 માં અજીત ડોભાલ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ફાઉન્ડર પ્રેસિડન્ટ બન્યા હતાં. આ દરમ્યાન ન્યૂઝ પેપરમાં લેખ પણ લખતા હતાં.

વર્ષ 1989 માં અજીત ડોભાલ એ અમૃતસરમાં આવેલ ગોલ્ડન ટેમ્પલમાંથી ચરમપંથીઓને કાઢવા માટે ‘ઓપરેશન બ્લેક થંડર’નું નેતૃત્વ કર્યું હતું. પંજાબ પોલીસ તથા રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની સાથે મળીને ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓના દળની સાથે મહત્વની ભૂમિકા ભજવી હતી.

જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી તથા શાંતિના અનુકૂળ લોકોની વચ્ચે કામ કરતાં ડોભાલ એ કેટલાંય આતંકીઓને સરેંડર કરાવ્યા હતા. 33 વર્ષ સુધી નૉર્થ-ઇસ્ટ, જમ્મુ-કાશ્મીર તથા પંજાબમાં ઇન્ટેલિજન્સ જાસૂસ તરીકે રહ્યા છે, જ્યાં તેમણે કેટલાંય અગત્યના ઑપરેશન કર્યા છે.

30 મે, વર્ષ 2014ના રોજ PM નરેન્દ્ર મોદીએ અજીત ડોભાલને દેશના 5 માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતાં. ઑપરેશન બ્લૂ સ્ટાર વખતે તેમણે એક જાસૂસની ભૂમિકા ભજવી હતી તેમજ ભારતીય સુરક્ષા દળની માટે મહત્વની ઇન્ટેલિજન્સ માહિતી ઉપબ્ધ કરાવે છ કે, જેની મદદથી સૈન્ય ઑપરેશન સફળ થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *