ગુરૂ ગોવિંદ સિંહની 354મી જન્મજયંતિ પર આવો જાણીએ એમનાં જીવનની કેટલીક રોચક વાતો વિશે

આજે એટલે કે, 20 જાન્યુઆરીનાં રોજ ગુરૂગોવિંદસિંહની 354મી જન્મ જ્યંતિ ઉજવવામાં આવી રહી છે. ગુરૂગોવિંદસિંહ જ્ઞાન, સૈન્ય ક્ષમતા તથા વિઝનનો સમનવય છે. તેમનું સંપૂર્ણ જીવન લોકોની સેવા માટે સમર્પિત હતું. તેમના વિચાર તથા શિક્ષાઓ હાલમાં પણ લોકો માટે ખુબ પ્રેરણારૂપ બને છે.

ધાર્મિક સામાજિક ચેતનાના પૂંજ, મહાન તપસ્વી, મહાન યોદ્ધા, મહાન કવિ, રાષ્ટ્રીય એકતાનો આદર્શ આપનાર તેમજ ભકિત-શકિતનો સુમેળ સાધીને પ્રજામાં સ્વાભિમાન તથા સ્વધર્મ સન્માન માટે મરી મીટવાની ભાવના જાગૃત કરનાર સર્વવંશદાની એવા શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજી છે.

એમની માતાનું નામ ગુજરી હતું. તેમના પિતાનું નામ ગુરુ તેગ બહાદુર હતું. તેમની કુલ 3 પત્ની હતી. જેમાં માતા જીતો, માતા સુંદરી તથા માતા સાહિબ દેવનનો સમાવેશ થાય છે. આની સાથે જ તેમના 4 સંતાનો પણ હતાં કે, જેમાં અજીત સિંહ, જીઇહાર સિંહ, જોરાવર સિંગ, ફતેહ સિંહનો સમાવેશ થાય છે.

ગુરૂ ગોવિંદસિંહનો જન્મ થયો ત્યારે લુધિયાણામાં મુસ્લિમ પીર ભીખનશાહે પશ્ચિમને બદલે પૂર્વ તરફ મુખ રાખીને સિજદા કરીને આ અવતારી બાળકનાં દર્શન કરવા માટે નીકળી પડયા હતાં. તેઓ પટના પહોંચ્યા ત્યારે ગોવિંદરાય ફક્ત 13 જ દિવસના હતા.

ભીખનશાહે તેમની પાસે માટીના 2 કુંજા રાખ્યા હતાં કે, જે 2 કોમના પ્રતીક હતા. બાળક ગોવિંદરાયે બંને કુંજા પર પોતાના નાના-નાના સુંદર હાથ મૂકયા હતાં. ભીખનશાહે સૌને વધામણી આપીને સૌના ગુરુ આવ્યા છે. આમ, ગોવિંદરાયે જન્મથી જ ધાર્મિક રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.

જયારે તેઓ ફક્ત 9 વર્ષના હતા ત્યારે કાશ્મીરી પંડિતોનાં સમગ્ર દેશની પ્રજાના ધર્મના રક્ષણ અર્થે પિતાને બલિદાન આપવા માટેની પ્રેરણા આપી હતી કે, જયારે તેમને ખાતરી થઈ કે ફક્ત ભકિત અથવા તો બલિદાન દ્વારા ધર્મનું રક્ષણ નહીં થઈ શકે ત્યારે ભકિતની સાથે શકિતનો સુમેળ સાઘ્યો હતો. તેમનું અવસાન 7 ઓક્ટોમ્બર વર્ષ 1708માં થયું હતું.

ગુરૂ ગોવિંદસિંહની મહત્વની વાતો તમે તમારા જીવનમાં ઉતારશો તો નિશ્ચિતપણે જીવનમાં સફળતા મળશે.

1. ધર્મ દી કિરત કરની એટલે કે, પોતાના જીવનમાં ઈમાનદારી પૂર્વ કામ કરતા રહેવું જોઈએ.

2. દસવંડ દેના એટલે કે, પોતાની કમાણીનો 10મો ભાગ દાનમાં આપવો જોઈએ.

3. કમ કરન વીચ દરીદાર નહીં કરના એટલે કે, ખૂબ મહેનતથી પોતાનું કામ કરવું તેમજ કામ અંગે લાડ લડાવશો નહીં

4. ધન,જવાની,તૈ કુલ જાત દા અભિમાન નૈ કરના એટલે કે, પોતાની જવાની, જાતિ તથા ધર્મ પર ક્યારેય અભિમાન કરવું જોઈએ નહીં.

5. દુશ્મન નાલ સામ, દામ, ભેદ, અદિક ઉપાય વર્તને અતે ઉપરાંત યુદ્ધ કરના એટલે કે,
દુશ્મનની સાથે યુદ્ધ કરતા પહેલાં સામ, દામ, દંડ, ભેદની મદદ લઈને અંતિમ તબક્કામાં જ આમને-સામને યુદ્ધ કરવું જોઈએ.

6. કીસી દિ નિંદા,ચુગલી,અતૈ ઈખા નૈ કરના એટલે કે, કોઈની ચુગલી તેમજ નિંદાથી બચવું જોઈએ અને કોઈની ઈર્ષા કરવાની જગ્યાએ મહેનત કરવી જોઈએ.

7. પરદેસી, લોખાન, દુખી, ઇપંગ, માનુખ દિ યથાશત્ક સેવા કરની એટલે કે, કોઈપણ વિદેશી નાગરિક, દુખી વ્યક્તિ, વિકલાંગ તથા જરૂરીયાતમંદ લોકોની મદદ જરૂર કરવી જોઈએ.

8. બચન કરકૈ પાલન એટલે કે, તમે કરેલા વાયદાને પૂર્ણ કરવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ.

9. શસ્ત્ર વિદ્યા અતૈ ઘોડે દી સવારી દા અભ્યાસ કરના એટલે કે, પોતાને સુરક્ષિત રાખવા માટે હથિયારો તથા ઘોડેસવારીનો અભ્યાસ કરવો જોઈએ. આજના સમયમાં નિયમિત કસરત કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *