તુલસીના પાન તોડતી વખતે રાખો આ વાતોનું ખાસ ધ્યાન, ભગવાન વિષ્ણુની પ્રાપ્ત થશે અપરમ્પાર કૃપા

શાસ્ત્રો દ્વારા એવું માનવામાં આવે છે કે, તુલસીની પૂજાથી પરિવારમાં સુખ સૌભાગ્યની સાથે સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેથી બધા વૈષ્ણવ ગૃહસ્થનાં ઘરમાં તુલસીનો છોડ હોય જ છે. ,માત્ર આજ નહિ, ભગવાન વિષ્ણુને તુલસી બહુ પ્રિય છે. તેથી અવારનવાર તુલસીની પૂજા અને શુભ કાર્યો માં તુલસી ચડાવવામાં આવે છે. તુલસી વિના શ્રી હરી વિષ્ણુ ભોગ સ્વીકારતા નથી. તેનાં જ રૂપ શાલીગ્રામજી અને તુલસીજીનાં લગ્ન દેવ ઉઠની એકાદશીનાં દિવસે કરવામાં આવે છે.

એવું પણ કહેવામાં આવે છે, હિંદુ ધર્મમાં ત્રણ મોટા દેવમાં વિષ્ણુ ભગવાનને પૃથ્વીનાં પાલનહાર કહેવામાં આવે છે તેમજ તેની પૂજા દ્વારા કોઈ પણ સંસારિક વસ્તુ માં અછત આવતી નથી. સૌ પ્રથમ તો તમારી જાણકારી માટે અમે જણાવી દઈએ કે, પ્રથમ- શ્યામ તુલસી, બીજું- રામ તુલસી, ત્રીજું- વિષ્ણુ તુલસી, ચોથું- વન તુલસી તેમજ પાંચમુ- લીંબુ તુલસી તુલસી આ પાંચ પ્રકારની હોય છે.

પણ તમને એ ખબર નથી કે, તુલસીનાં પાનનો ઉપયોગ આપણે પૂજા કરતા સમયે કરીએ છીએ. તેનાં પાન તોડવાનાં પણ અમુક નિયમો છે. એવું નથી હોતું કે, જયારે તમે ઈચ્છો તે સમયે તુલસીજીનાં છોડ પાસે ગયા તેમજ તુલસીનાં પાન તોડી લીધા.

હિંદુ ધર્મમાં તુલસીનું ઘણું મહત્વ રહેલું છે તેમજ તેનાં લીધે તેની સાથે જોડાયેલી ઘણી માન્યતા પણ છે. જે માન્યતાનું પાલન કરવું બહુ જ જરૂરી છે. માત્ર આ જ નહિ તુલસીનાં છોડનાં દરેક પાન દેવીય છે તેમજ તુલસીના પાનને ધાર્મિક નિયમ વગર તોડવું બરાબર ગણાતું નથી. તો ચાલો આજે અમે તમને જણાવી દઈએ, શું છે તુલસીનાં પાનને તોડવા માટેનાં શાસ્ત્રીય ધાર્મિક નિયમો.

ક્યારેય ભૂલથી પણ રવિવાર, શુક્રવાર, એકાદશી, અમાસ, ચૌદશ તિથિ, ગ્રહણ તેમજ દ્વાદશી હોય ત્યારે તુલસીનાં પાન તોડવા ન જોઈએ. આવું કરવું એ કોઈ ધાર્મિક અપરાધ કરતાં ઓછુ માનવામાં આવતું નથી. માત્ર આ જ નહી કોઈ પણ વિશેષ કાર્ય વગર તુલસીનાં પાનને તોડવા ન જોઈએ. આ ઉપરાંત ધ્યાન રાખવું જોઈએ કે, ક્યારેય ભૂલથી પણ રવિવાર તેમજ એકાદશી એ તુલસીને જળ અર્પણ કરવું ન જોઈએ.

આનું પણ ધ્યાન રાખવું કે, જો તમે તુલસીનાંના પાનને તોડવા જાવ છો તો ક્યારેય પણ તુલસીના પાનને નખથી તોડવા ન જોઈએ તેમજ તુલસીનાં પાનને તોડતા અગાઉ ‘मातस्तुलसि गोविन्द हृदयानंद कारिणी। नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते॥ આ મંત્ર બોલવો જોઈએ. અમુક વાર તો તુલસીનાં પાન સુકાઈને જાતે જ પડી જાય છે. આ સમયે પડેલા પાનનો ઉપયોગ ઔષધી તેમજ બીજી ક્રિયામાં કરવો જોઈએ. તથા પડેલા તુલસીના પાનને માટીમાં જ દબાવી દેવા જોઈએ. ઉપરાંત આ વાતનું ધ્યાન રાખવું કે, છોડ સુકાઈ જાય તો તેને માટીની અંદર દબાવી દેવા જોઈએ તેમજ તે જગ્યા પર જ બીજો તુલસીનો છોડ ઉગાડવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *