ખેતરમાં પ્રેમાલાપ કરી રહેલ પ્રેમી-પ્રેમિકાનાં મૃતદેહ ઝાડ પર લટકતા જોવા મળ્યા- જાણો સમગ્ર ઘટના

હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે હાલમાં આવી જ એક હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધોનો ઘણીવાર કરૂણ અંજામ આવતો હોય છે. જો કે, આવા સંબંધોમાં પરિવારની મંજુરી ન હોવાને લીધે તથા રૂઢીચુસ્ત સમાજની માનસિકતા હોવાને લીધે પ્રેમીઓને રોષ સહન કરવાનો વારો આવતો હોય છે. કેટલાક કિસ્સામાં તો પ્રેમીઓ જીવ ગુમાવતાં હોય છે.

આવો જ એક રૂવાંડા ઊભા કરી નાંખતો દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાંથી સામે આવ્યો છે. અહીં બરેલીમાં આવેલ મીરથગંજ થાના વિસ્તારમાં આવેલ અંબરપુર ગામમાં ઑનરકિલીંગની વારદાતથી હાહાકાર મચી ગયો છે. અહીં ખેતરમાં બેસેલા પ્રેમી તથા પ્રેમિકાની યુવતીના પિતાએ જ હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનાર ઘટના સામે આવી રહી છે.

અહીં વૃક્ષ પર એક યુવક-યુવતીના લટકેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તો જાણવા મળ્યું કે, મૃતક યુવક-યુવતી પ્રેમી તથા પ્રેમિકા હતા. તેમની હત્યાનો આક્ષેપ યુવતીના પિતા પર યુવકના પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. મળી રહેલ જાણકારી મુજબ BAનો અભ્યાસ કરી રહેલ દિવ્યાનંદ પોતાના પિતાની અવસાન પછી ખેતી કરીને પરિવારનું ભરણ પોષણ કરી રહ્યો હતો.

ગુરૂવારે દિવ્યાનંદ પોતાના ખેતરમાં પાણી વાળતો હતો ત્યારે પાડોશમાં રહેતી પ્રેમિકા પણ ખેતરમાં આવી હતી. બંને વ્યક્તિ ખેતરના કિનારે ઊભા ઊભા પ્રેમાલાપ કરી રહ્યાં હતા ત્યારે હુમલાવરો તેમનું ગળું ગબાવીને હત્યા કરવામાં આવી છે. જો કે, હત્યાને આપઘાતમાં ખપાવવા માટે બંનેના મૃતદેહને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા છે. જો કે, પોલીસની ફોરેન્સિક ટીમ દ્વારા સૌપ્રથમ દૃષ્ટીએ જ આપઘાતની થિયરીને નકારી દેવામાં આવી હતી.

છોકરીના પિતા તેજરામ પર આરોપ:
સમગ્ર ગામમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, દિવ્યાનંદ તેમજ તેની પાડોશી છોકરી જે 11માં ધોરણમાં અભ્યાસ કરી હતી જે બંનેની વચ્ચે પ્રેમ પ્રકરણ શરુ હતું. બંને ઘણીવાર ગામ પાસે આવેલ જંગલમાં મુલાકાત કરતા હતા. એકવાર યુવતીના પરિવારજનોએ તેમને જોઈ લીધા હતા. જો કે, પોલીસ દ્વારા 2 લોકોની અટકાયત કરવામાં આવી છે તેમજ પૂછપરછ કરવામાં આવી રહી છે. યુવતીના પિતા તેજરામ તથા સાથિઓ પર હત્યાના આક્ષેપની સાથે યુવકના પરિવાર દ્વારા ફરિયાદ આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *