વરુન ધવન બાદ હવે શ્રદ્ધા કપૂર પણ આ વ્યક્તિ સાથે કરશે લગ્ન, નામ જાણી ચોંકી ઉઠશો

છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મિડીયામાં વરુણ ધવન તેમજ નતાશા દલાલનાં 24 જાન્યુઆરીનાં દિવસે અલીબાગનાં ધ મેન્શન હાઉસ રિસોર્ટમાં કરવામાં આવેલ લગ્નની જ ચર્ચાઓ ચાલે છે. એની સાથે જ એમનાં લગ્નનાં ફોટોઝ તેમજ વીડિયોઝ પણ બરાબરનાં વાયરલ થયા છે.

એવામાં એક્ટરે એની બાળપણની મિત્ર તેમજ કેટલીક મુવીમાં કો-સ્ટાર રહી ચૂકેલી એવી શ્રદ્ધા કપૂરનાં લગ્નની હિંટ આપેલી દેખાઈ છે. હકીકતમાં વરુણ ઈન્સ્ટાગ્રામ પર એને લગ્નની વિશ કરનારા બધા લોકોને રિપ્લાઈ આપે છે, એમાં એણે શ્રદ્ધાનાં કહેવામાં આવેલ બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠા દ્વારા પણ વિશ કરવામાં આવ્યું હતું, એનાં જવાબમાં વરુણ દ્વારા કંઈક એવું લખવામાં આવ્યું છે જેને વાંચ્યા બાદ લોકો એવું માને છે કે, થોડા જ સમયમાં શ્રદ્ધા કપૂરનાં લગ્નની પણ વાતો સાંભળવા મળી શકે તેમ છે.

રોહન શ્રેષ્ઠા દ્વારા વરુણ તેમજ નતાશાનાં લગ્નનો ફોટો શેર કરી એમનાં લગ્નની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી, એમાં રોહન દ્વારા લખવામાં આવ્યું કે- બધાઈ હો વીડી અને નેટ્સ. જબ આપકો પતા ચલતા હૈ તો ફીર પતા ચલ હી જાતા હૈ.. વીડી તુમ ખુશકિસ્મત હો. વરુણ દ્વારા રોહનની આ શુભેચ્છાનાં મેસેજનો જવાબ આપતા લખવામાં આવ્યું છે કે, હું સાચેમાં છું. આશા છે કે, તું પણ તૈયાર હોઈશ.

વરુણનાં આ મેસેજ બાદ ફેન્સ શ્રદ્ધા તેમજ રોહનનાં લગ્નની વાતો ચલાવે છે. ગત વર્ષે પણ શ્રદ્ધા કપૂર તેમજ રોહન શ્રેષ્ઠાનાં લગ્નની અફવાઓ થઇ રહી હતી. રોહન સાથેનાં શ્રદ્ધાનાં અફેરની વાતો કેટલાક સમયથી સાંભળવામાં આવે છે. જો કે, બન્નેએ તેનાં સંબંધને ઘણો પ્રાઈવેટ રાખીને એનાં પર અત્યાર સુધી કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું નથી. શ્રદ્ધા કપૂરને કેટલીક વાર રોહનની સાથે બાઈક રાઈડ કે બીજા ઈવેન્ટ્સ પર સાથે સ્પોટ કર્યા છે. વાત કરીએ તો શ્રદ્ધા, વરુણ તેમજ રોહન કેટલાક સારા મિત્રો છે.

વરુણ તેમજ શ્રદ્ધા તો સ્કૂલ સમયથી એકબીજાને ઓળખે છે. બન્ને દ્વારા એક સાથે મુવીમાં પણ કામ કરવામાં આવ્યું છે. બન્ને દ્વારા એબીસીડી 2 તેમજ સ્ટ્રીટ ડાન્સર 3ડી મુવીમાં એકસાથે દેખાયા છે. એમાં વરુણ તેમજ શ્રદ્ધા એકબીજાની ઓપોઝીટમાં કાસ્ટ કર્યા હતા. બન્નેનું બોન્ડિંગ એમની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રીમાં પણ દેખાયા છે તેમજ એમની જોડીને ફેન્સએ ખુબ જ પસંદ પણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *