હાલ બજેટ 2021 સંસદમાં રજુ થઇ રહ્યું છે. બજેટ 2021માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ ટેક્સ અંગે મોટી જાહેરાત કરી છે. હાવેથી 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને IT રિટર્ન ભરવાની કોઈ જરૂર નથી. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સીનિયર સિટીઝન્સ માટે મોટી જાહેરાત કરી છે કે, પેન્શન, વ્યાજથી થતી આવક પર ઇનકમ ટેક્સ રિટર્ન નહી ભરવુ પડે. હાલમાં જ નાણાં મંત્રી નિર્મલા સીતારામન 2021-22નું કેન્દ્રીય બજેટ રજૂ કરી રહ્યા છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ જુદા જુદા ક્ષેત્ર માટે ઘણી જાહેરાતો કરી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણએ જણાવતા કહ્યું કે, 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને હવે રિટર્ન ફાઇલ કરવાની જરૂર નથી. જો તેમની આવક માત્ર પેન્શનથી છે. તેમની કાર પર જ ટેક્સ કાપવામાં આવશે. બાકી કોઈ જગ્યાએ ટેક્સ આપવો નહિ પડે. નિર્મલા સીતારમણની આ જાહેરાતથી 75 વર્ષથી ઉપરની ઉંમરના લોકોને ઘણો લાભ થશે.
મોદી સરકારે ટેક્સમાં આપી રાહત
સાથે-સાથે જ નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ જણાવતા કહ્યું છે કે, કેન્દ્ર સરકારે ઘણા ટેક્સમાં રાહત આપી છે. નાના કરદાતાઓ પર ટેક્સનો બોજ ઓછો કરવા માટે આ છૂટ આપવામાં આવી છે. ટેક્સ સ્લેબને વધુ સરળ બનાવવા માટે અનેક સુધારના પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા છે. જેના કારણે ઘણા લોકોને ટેક્સ બાબતે સારા સમાચાર મળ્યા છે અને ઘણા લોકોએ રાહતના શ્વાસ લોધા છે.
ટેક્સમાં છૂટ
નાણા પ્રધાન નિર્મલા સીતારમણએ જણાવતા કહ્યું છે કે, દરેક લોકોને આવાસીય સુવિધા અને ભાડા પર મકાન હોય, તેના માટે હોમ લોન પર દોઢ લાખ રૂપિયા સુધી છૂટની વ્યવસ્થા કરવામાં આવી હતી. હવે આ જ સ્કીમને એક વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે. વર્ષ 2019 જુલાઈમાં 1.5 લાખના ઇંટરેસ્ટ પર ટેક્સમાં રાહત આપવામાં આવી છે. જો તમે ઘર ખરીદો તો તમે જે લોન માર્ચ 2022 સુધી લેશે, તેના પર પણ આ દરેક સુવિધાઓ મળવા માત્ર થશે. સરકારના આ નિર્ણયથી ઘણા લોકોએ રાહતના શ્વાસ લીધા છે. અને ઘણા લોકોને ખાસ ફાયદા પણ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle