બહેને નાના ભાઈ સાથે બાંધ્યા સબંધ અને આપ્યો બાળકને જન્મ, હકીકત છુપાવવા એવું ષડયંત્ર રચ્યું કે…

હાલ જયારે કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે સમગ્ર દેશમાં મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના વાયરસની પહેલી લહેરમાં સમગ્ર દેશમાં મહિનાઓ…

હાલ જયારે કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે ત્યારે સમગ્ર દેશમાં મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના વાયરસની પહેલી લહેરમાં સમગ્ર દેશમાં મહિનાઓ સુધી લોકડાઉન આપવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન એક પરિવાર સાથે દુઃખદ ઘટના બની હતી.

લોકડાઉન અને ઓનલાઈન ક્લાસના કારણે 29 વર્ષીય શિક્ષિકા બહેન અને તેનો નાનોભાઈ ઘરમાં એકલા જ રહેતા હતા. આ દરમિયાન બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયો હતો. જેથી મોટી બહેન ગર્ભવતી થઈ હતી અને ગર્ભપાતની મંજૂરી ન મળતા બહેને નાનાભાઈના જ બાળકને જન્મ આપ્યો હતો. બીજી તરફ આ ઘટનાથી પરિવાર સામે બદનામીના ડર સાથે આભ તૂટી પડ્યું હતું. જોકે, પરિવારે બાળકને કચરા પેટીમાં ફેંકી દીધું હતું.

મળતી માહિતી મુજબ, એક 29 વર્ષીય યુવતી ખાનગી શિક્ષક તરીકે કામ કરે છે. કોરોના વાયરસના કારણે તે ઘરે જ રહેતી હતી. પરિવારમાં તેનો નાનો ભાઈ પણ છે. જે બહેન સાથે ઘરે જ રહેતો હતો. તેઓ ઘરમાં સાથે જ રહેતા અને દરેક પ્રવૃત્તિઓમાં સાથે કામ કરતા હતા. આ દરમિયાન સતત સાથેને સાથે રહેતા મોટી બહેન અને ભાઈ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

માતા-પિતાની બેકાળજીના કારણે બંને ઉપર પુરતું ધ્યાન આપી શકાતું ન હતું. બંને એકબીજાના પ્રેમમાં આગળ વધતા બંને વચ્ચે શરીર સંબંધો બંધાયા હતા. માતા-પિતાની જાણ બજાર પોતાની મોટી દીકરી નાના પુત્રથી ગર્ભવતી થઇ હતી. આ વાતની જાણ પરિવારને થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું.

જ્યારે પરિવારને જાણ થઈ ત્યારે મોડું થઇ ગયું હતું. જાણવા મળ્યું છે કે, દીકરીના ગર્ભપાતની મંજૂરી ન મળતાં આખરે દીકરીની પ્રસૂતિ કરાવવી પડી હતી. પ્રસૂતી બાદ બાળકને કચરા પેટીમાં ફેંકી દેવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા યુવતીની માતા, બહેન અને ભાઈની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત બોયફ્રેન્ડ આદીશની પણ ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, આ સમગ્ર ઘટના તામિલનાડુના ડિંડિગુલ જિલ્લામાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *