આ છે વિશ્વની સૌથી મોંઘી બિરયાની, જેની કિંમત જાણીને તમે દંગ રહી જશો- જાણો એવી તો શું છે ખાસિયત

સોશિયલ મીડિયા પર અવારનવાર આશ્વર્ય પમાડે એવી જાણકારી સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી છે. શોખ એ એક ખુબ મોટી વસ્તુ છે! જ્યારે પણ શોખની વાત આવે ત્યારે પૈસાનું કોઈ વિચારતું નથી. તમે સૌથી મોંઘી બિરયાની કેટલા રૂપિયામાં ખાધી છે?

કારણ કે, દુબઈની એક રેસ્ટોરન્ટમાં કે, જેને દુનિયાની સૌથી મોંઘી બિરયાની લોન્ચ કરવામાં આવી છે. આ બિરયાનીની કિંમત 20,000 રૂપિયા છે. DIFCમાં આવેલ BOMBAY BOROUTH રેસ્ટોરન્ટની આ રોયલ બિરયાની 23 કેરેટ સોનાથી સજાવવામાં આવી છે કે, જેમાં અનેકવિધ વસ્તુઓ નાખવામાં આવી છે. હવે આટલી મોંઘી બિરયાની એક વ્યક્તિ માટે ખોટનો સોદો થઈ શકે. એટલે ગભરાવ નહીં આ ડિશ 6 લોકો એકબીજા સાથે શેર કરી શકે છે.

બિરયાની સાથે મળશે આ વસ્તુઓ :
રેસ્ટોરન્ટની આ રોયલ બિરયાનીનો તેની પ્રથમ વર્ષગાંઠ પર મેન્યૂમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ બિરયાનીમાં કાશ્મીરી મટન કબાબ, જૂની દિલ્હી મટન ચોપ્સ, રાજપૂત ચિકનના કબાબ, મોગલાઈ કોફ્તા તથા મલાઈ ચિકનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આની સાથે કેસર તથા ખાવામાં આવતા 23 કેરેટ સોનાથી આ ડીશને સજાવવામાં આવે છે.

45 મીનિટમાં હશે તમારા ટેબલ પર !
ઓર્ડર કરવાના ફક્ત 45 મીનિટમાં આ બિરયાની તમને મળી જશે. આની સાથે જ તમે આ સ્વાદિષ્ટ બિરયાનીની લિજ્જત લઈ માણી શકો છો. આની સાથે જ સોસ, કરી તથા રાયતુ પણ આપવામાં આવશે. હવે આટલું મળી રહ્યું છે તો તેનો ભાવ પણ તે હિસાબે જ હશે. આની સાથે જ 6 લોકોની એક ટીમ બનાવીને દુબઈમાં જઈને દુનિયાની સૌથી મોંઘી બિરયાનીનું લૂફ્ટ ઉઠાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *