જાણો એવું તો શું કર્યું આ ઉંદરે કે, તેની બહાદુરી માટે આપવામાં આવ્યો ‘ગોલ્ડ મેડલ’ -જુઓ વિડીયો

અત્યાર સુધી, તમે લોકોને ગોલ્ડ મેડલ મેળવતા જોયા જ હશે. કેટલીક વાર કોઈને અભ્યાસ માટે અથવા તો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ચોક્કસ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ…

અત્યાર સુધી, તમે લોકોને ગોલ્ડ મેડલ મેળવતા જોયા જ હશે. કેટલીક વાર કોઈને અભ્યાસ માટે અથવા તો કોઈ ચોક્કસ ક્ષેત્રમાં ચોક્કસ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. લોકોને તેમની બહાદુરી માટે પણ ગોલ્ડ મેડલ આપવામાં આવે તે સામાન્ય વાત છે, પરંતુ શું તમે ક્યારેય ઉંદરને ગોલ્ડ મેડલ લેતા જોયો છે?

ઉંદરને મળ્યો ગોલ્ડ મેડલ 
બ્રિટનથી એક ખૂબ જ રસપ્રદ સમાચાર સામે આવી રહ્યા છે, જે મુજબ લોકોનું જીવન બચાવવા માટે ઉંદરને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. પી.ડી.એસ.એ. (PDSA) વેટરનરી ચેરિટીનું (Veterinary Charity) સંચાલન કરતી સંસ્થાએ આફ્રિકન ઉંદર ‘મગવા’ (Magawa) ને તેની ‘બહાદુરી અને ફરજ પ્રત્યેના સમર્પણ’ માટે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે.

મગવા એ તેનું નામ રોશન કર્યું
વિશ્વમાં ઘણા પ્રાણીઓ છે, જે લોકોની સુરક્ષા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હવે આ કેટેગરીમાં ઉંદર ‘મગવા’ એ પણ તેનું નામ નોંધાવ્યું છે. બેલ્જિયમની (Belgium) નોંધણી કરાયેલ એ.પી.પી.ઓ. (APOPO) દ્વારા તાલીમ પામેલા મગવાને કંબોડિયામાં (Cambodia) 39 લેન્ડમાઇન્સ અને 28 વિસ્ફોટકો વિષે માહિતી આપી હતી.

પ્રથમ વખત આ ઉંદરને આપવામાં આવશે ગોલ્ડ મેડલ
આ એવોર્ડથી અત્યાર સુધીમાં કુલ 30 પ્રાણીઓને આપવામાં આવ્યા છે, જેમાં મગવા એ પહેલો ઉંદર છે. મગવાને હિરો રેટનું (Hero Rat) બિરુદ પણ મળ્યો છે. મગવાએ તેમના સાત વર્ષના કાર્યકાળ દરમિયાન 39 લેન્ડમાઇન્સની શોધ અને નાશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *