મહિલાઓ પોતાના લાંબા વાળ તથા ઘટાદાર વાળને લઈ ખુબસુંદર લાગતી હોય છે ત્યારે હાલમાં ખુબ પ્રેરણાદાયક કહાની સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. ભાવનગર શહેરમાં આવેલ કાળિયાબીડ વિસ્તારના ભગવતી સર્કલ નજીક રેહતા ડો.સ્મિતાબેને કેન્સર ડે નિમિતે આજે પોતાના 3 ફૂટ લાંબા વાળનું દાન કર્યું હતું.
ડો.સ્મિતાબેન વનરા લીલા સર્કલ નજીક આવેલ સલોન ખાતેથી પોતાના માથાના વાળ ઉતરાવ્યા હતા તથા અમદાવાદ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં કેન્સરમાં વાળ ગુમાવનાર બહેનને વિગ બનાવવા માટે મોકલી આપશે. આમ, ડો.સ્મિતાબેન ગૌરવ સંવેદનાસભર કામ કરીને કેન્સર જાગૃતિમાં પોતાનું અનોખું યોગદાન આપ્યું હતું.
કેશ વીગ બનાવવા માટે અર્પણ કર્યા :
ડો.સ્મિતાબેન વનરા જણાવતાં કહે છે કે, સૌંદર્ય એ મહિલાનું આભુષણ છે. આ આભુષણોમાં મહિલા પોતાના વાળ (કેશ) ખુબ પસંદ હોય છે. આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ નિમિતે કુ.સ્મિતા વનરા પોતાના કેશ વીગ બનાવવા માટે અર્પણ કર્યા હતા. તેના પિતા નટવરલાલ સમગ્ર વિશ્વમાં વૈધ તરીકેની પ્રખ્યાતિ ધરાવે છે. આની સાથે જ કેટલાંક લોકોના અસાધ્ય રોગ મટાડીને ખૂબ જ માનવીય સેવા કરી છે.
દર્દીઓની કયારેય પણ મજાક ન કરવી જોઈએ :
ડો.સ્મિતાબેન વનરા જણાવતાં કહે છે કે, મોરારજી દેસાઈ ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સ વડોદરામાં નેચરોપેથી ડોક્ટરનો અભ્યાસ કરી રહી છે. અણી સાથે જ કેન્સર પીડિત દર્દીને પોતાનું દર્દ મહેસુસ થાય તેવું દર્દ મારે પણ મહેસુસ કરવું છે તે દર્દીઓની કયારેય પણ મજાક ન કરવી જોઈએ. 20 ડિસેમ્બર હું ડોનેટ કરવાની હતી પરંતુ પરિક્ષાને લીધે મેં મુલત્વી રાખીને વાળએ તમારું સૌંદર્ય નથી તમારા વિચાર એ જ સૌંદર્ય છે.
ડો. સ્મિતા નેચરોપથીના વિદ્યાર્થિની :
પિતા નટવરલાલ દેશ-વિદેશમાં વૈધ તરીકેની ખ્યાતિ ધરાવે છે. આની સાથે જ કેટલાંક લોકોના અસાધ્ય રોગો મટાડીને ખૂબ માનવીય સેવા કરી છે. માતા-પિતાના સદગુણો તથા સંસ્કાર વારસો તેમના સંતાનોમાં આવતો હોય છે. સ્મિતાબેન વનરા નટવરલાલના નાના દીકરી છે તથા વડોદરામાં નેચરોપેથી કોર્સના અંતિમ વર્ષના વિદ્યાર્થિની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle