ગુજરાતના આ સ્થળે એવું એક ચમત્કારી ઝાડ પણ છે જેમાં પાંદડે પાંદડે ઉગે છે 2000ની નોટો  

પાદરાના ગણપતપુરા ગામ પાસે આવેલ મહાવૃક્ષ રૂખડો અને ઘેલા ઝાડ તરીકે ઓળખાય છે. આ ઝાડ 950 વર્ષ જૂનું છે જેની કિંમત રૂપિયા 10 કરોડ છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. પાદરાના ગણપતપુરા ગામ પાસે આવેલ મહાવૃક્ષ રૂખડો જે આ વિસ્તારમાં ઘેલા ઝાડ તરીકે ઓળખય છે.

950 વર્ષ જુના આ વિશાળ વૃક્ષ અનોખું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેને નિહાળવા માટે રોજ અનેક લોકો આવતા હોય છે. 950 વર્ષ જુના આ વૃક્ષને સુપ્રીમ કોર્ટ દ્વારા એક વૃક્ષની એક વર્ષનીં કિંમત રૂપિયા 74500 પ્રમાણેના હિસાબથી આ વિશાળ વૃક્ષની કિંમત કરોડો રૂપિયા થઈ શકે છે. પાદરાના ગણપતપુરા ગામ પાસે આવેલ આ ઘેલા ઝાડનું આયુષ્ય 2 હજાર વર્ષ હોય છે.

આ વૃક્ષ રૂખડો તરીકે પણ ઓળખાય છે. જે આ ઝાડ મૂળ આફ્રિકા અને માડાગાસ્કરનું છે. આ વૃક્ષ આરબ વેપારીઓ દ્વારા ભારતમાં લાવવામાં આવ્યું હતું. આ ઝાડ કલ્પવૃક્ષ અને બાઓબાબના નામથી પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે, ગુરુ ગોરખનાથે આ વૃક્ષ નીચે બેસી તપસ્યા કરી હતી. જેના કારણે તેને ગોરખ આબલો પણ કહેવામાં આવે છે.

આ વિશાળ વૃક્ષને વન વિભાગની સાથે આસપાસના રહીશો પણ દેખરેખ રાખતા હોય છે. સ્થાનિકોનું માનીએ તો આ વૃક્ષના મૂળિયા 200 મીટર ઊંડા અને 300 મીટરની ત્રીજયાંમાં ફેલાયેલા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિદેશીઓ પણ આ ઝાડની મુલાકતે આવતા હોય છે.

મહાવૃક્ષ જે ઘેલા ઝાડ તરીકે ઓળખાય છે. તે વિસ્તાર રમણીય અને શાંત છે તેથી અનેક લોકો અહી આવતા હોય છે. આ સ્થળનો પર્યટન તરીકે વિકાસ થાય તેવી માંગ સ્થાનિક યુવાન દ્વારા કરવામાં આવી હતી. ઝાડમાં મોટા ભાગના પોપટ પક્ષીઓ વસવાટ કરે છે.

આ ઘેલા ઝાડ તરીકે પ્રસિદ્ધી મેળવવાના કારણે સ્થાનિક ગ્રામવાસીઓ ગૌરવ અનુભવી રહ્યા છે. મહાવૃક્ષની સંપૂર્ણ રૂપે પાદરા વન વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. આ વૃક્ષની વિશેષતા અંગે વન વિભાગે માહિતી આપી હતી. કેટલાક લોકોએ પાદરા તાલુકા માટે ગૌરવવંતુ વૃક્ષની મુલાકાત લેવા માટે અપીલ પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *