અવારનવાર ભાજપના માથાભારે નેતાઓ વિવાદમાં ફસાતા આવ્યા છે. ઘણી વાર તો ભાજપના નેતાઓ પત્રકારોને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા આવ્યા છે. હાલ પણ આવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતના એક નેતાએ કેમેરા સામે એક પત્રકારને ધમકી આપી છે, જેનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે.
ગુજરાતમાં વાઘોડિયાના ભાજપના પ્રબળ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. મધુ શ્રીવાસ્તવે કેમેરા સામે જ પ્રશ્ન પૂછતાં મીડિયા કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ પહેલી વાર નથી કે કોઈ મીડિયાના કર્મચારી સાથે આવું વર્તન કર્યું હોય, અવારનવાર મધુ શ્રીવાસ્તવ આવા વિવાદોમાં ફસાતા આવ્યા છે. આ પહેલા પણ મધુ શ્રીવાસ્તવે બીજા મીડિયા કર્મચારીઓને ઘમકી આપી હતી. અને આ પ્રકારની ઘણી વિડીયો ક્લિક સોસીયલ મીડિયામાં પણ વાયરલ થઇ હતી. અને હાલ પણ એવો જ એક વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં મધુ શ્રીવાસ્તવ કેમેરા સામે મીડિયાના કર્મચારીને ખુલેઆમ ધમકાવી રહ્યા છે.
ખરેખર, ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાનાર છે. મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ આપી નથી. જેના કારણે તેમના પુત્રએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. આ વખતે તેમના પુત્રની સામે ભાજપ અને કોંગ્રેસ માટેના તેમના પક્ષના ઉમેદવારો મેદાનમાં છે. આ સંદર્ભે મીડિયા કર્મચારીઓએ મધુ શ્રીવાસ્તવની પૂછપરછ કરી, જવાબ આપવાને બદલે તે મીડિયા કર્મચારીઓ ઉપર સીધા ગુસ્સે થઈ ગયા હતા અને ન બોલવાનું બોલી ગયા હતા.
મધુ શ્રીવાસ્તવની પત્રકારને ધમકી, સીધા સવાલ કર નહિતર તને પતાવડાવી દઈશ#Gujarat #BJP #viralvideo pic.twitter.com/WA15ptAWYJ
— Trishul News (@TrishulNews) February 8, 2021
મધુ શ્રીવાસ્તવે કેમેરા સામે જ પત્રકારને ધમકી આપી હતી કે, ‘સીધા સવાલ પૂછ નહીતર મારા આદમીઓને કહીને તને ઠોકાવી ડાઈસ’. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હાલમાં આ મામલે કોઈ ફરિયાદ થઈ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો કરવામાં આવી રહી છે. જનપ્રતિનિધિ દ્વારા આ પ્રકારના ધમકીને કારણે લોકોમાં આક્રોશ ફેલાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle