હાલ એક ચોંકવનારી ઘટના સામે આવી છે જેમાં સગા ફઈએ જ તેના ભત્રીજાને મારી મારીને પતાવી દીધો હતો. મળેલી માહિતી અનુસાર, સગા ફઈએ જ તેના 5 વર્ષના માસુમ ભત્રીજાને માર માર્યો હતો અને તેની હત્યા કર્યા બાદ મૃતદેહને તેના પિતાની મદદથી જંગલમાં દફનાવી દીધો હતો. માસૂમ બાળકની ભૂલ એ હતી કે તે વારંવાર પથારીમાં શૌચ કરી જતો હતો.
આ ઘટનાનો ખુલાસો કરતી વખતે પોલીસે ફઈ અને તેના મૃત્યુ પામેલા બાળકના પિતાની ધરપકડ કરી હતી અને માસુમનો મૃતદેહ તેમના સ્થળેથી બહાર કાઢીને જંગલમાં દફનાવી દીધો હતો. આખો મામલો ફતેહગઢ કોટવાલી વિસ્તારની નવી ફૌજી કોલોનીનો છે, જ્યાં તેનો 5 વર્ષનો ભત્રીજો યશ પ્રતાપ આરોપી મહિલા સાથે રહેતો હતો. બાળકની માતાનું નિધન થયું હતું, જેના કારણે તેના પિતાએ બાળકને સાચવવા માટે તેની ફઇ પાસે છોડી દીધો હતો.
પોલીસે જણાવ્યું કે બાળક ઘણીવાર પથારી પર જ શૌચ કરતો હતો. તેની ફઇને આ બધું સાફ કરવું પડતું હતું. 6 ફેબ્રુઆરીના રોજ આ બાળકે પથારીમાં જ શૌચ કરી દીધું હતું અને ગુસ્સામાં આવીને તેની સગી ફઇએ જ ઢોર માર માર્યો હતો અને ગંભીર રીતે માર માર્યા બાદ પાંચ વર્ષના બાળકનું મોત થયું હતું. મૃત્યુ પછી, ફઇએ તેના પિતા રામ બહાદુર, જીજુતા, કાયમગંજના રહેવાસીને જાણ કરી. પિતાએ તેમની પુત્રીને ટેકો આપ્યો હતો, ડેડ બોડી બેગમાં ભરીને ગામના જંગલમાં ખાડો ખોદ્યો હતો અને તેનેદફનાવી દીધો હતો. જે બાદ ફઇએ બાળકનું અપહરણ થયું છે તેવી અફવા ફેલાવી હતી અને તેવું જ ત્યાના સ્થાનિક લોકોને અને પોલીસને જણાવ્યું હતું.
આ કેસની તપાસ દરમિયાન પોલીસને શોધખોળ દરમિયાન ફઇ પર શક ગયો હતો. ત્યારબાદ પોલીસે કડકડતાથી પુછતાછ કરી ત્યારે ફઇ અને તેના પિતાએ આ ઘટનાનું રાઝ ખોલ્યું હતું અને પોતે કબુલ્યું હતું. હાલ પોલીસે પાંચ વર્ષના બાળકની લાશને બહાર કાઢીને ફઇ અને તેના પિતાની ધરપકડ કરી છે.
આ કેસમાં પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે ફતેહગઢ કોટવાલી વિસ્તારની નવી ફૌજી કોલોનીમાં રહેતા 5 વર્ષના બાળકના ગાયબ થયાની માહિતી મળી હતી. જેના આધારે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન બાળકની ફઇ પર શંકા વ્યક્ત કરાઈ હતી. તેના આધારે કડક પૂછપરછ પર મહિલાએ 5 વર્ષના ભત્રીજાની હત્યાની કબૂલાત આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle