સગા બાપે જ 12 વર્ષની દીકરીને બનાવી હવસનો શિકાર, સમગ્ર ઘટના જાણી આંખમાંથી આંસુ સરી પડશે

હાલના સમયમાં બળાત્કારના કેસોમાં ખુબ જ વધારો જોવા મળ્યો છે. નાની છોકરીથી લઈને મોટી યુવતી સાથે હવસખોરો બળાત્કાર કરતા હોય છે. આ દરમિયાન ફરી એવો એક કેસ સામે આવ્યો છે જેમાં એક પિતાએ તેની જ 12 વર્ષની બાળકી સાથે ગંદા કામ કર્યા.

સુરતમાં પિતાની ગરીમાને ઠેસ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં એક પિતાએ 12 વર્ષની બાળકી સાથે શારીરિક છેડખાની કરતો હતો આ ઉપરાંત તેનો નહાતો વીડિયો પણ ઉતરતો હતો. તેની ફરિયાદ માતાએ જ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ બાળકીને ગુડ ટચ અને બેડ ટચની જાણકારી હતી જેના કારણે પિતાની આ બધી હરકતોને તેણે તેની માતાને જણાવી હતી. આ અંગે સરથાણા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ, સુરતના સરથાણા વિસ્તરમાં રહેતી મહિલાએ પોતાના પતિ વિરુધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેણે જણાવાયું છે કે, તેના લગ્ન જીવન દરમિયાન તેને એક પુત્રી હતી. જોકે પતિ સાથે દરરોજ થતા ઝગડાને કારણે તેણે પહેલા પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા. ત્યારબાદ મહિલાએ અન્ય એક યુવક સાથે લગ્ન કર્યા હતા. આ અન્ય સાથે મહિલાએ લગન કર્યા ત્યારે મહિલાની 12 વર્ષની દીકરી પણ સાથે રહેતી હતી. આ સાવકા પિતા દ્વારા 12 વર્ષની બાળકી ઉપર તેની દાનત પહેલેથી જ ખરાબ હતી. સાવકો પિતા દીકરી સાથે શારીરિક છેડખાની કરતો હતો અને બાળકીને તેની માતા અને ભાઈને મારી નાખવાની ધમકી આપતો હતો.

થોડા સમય પહેલા શાળામાં અભ્યાસ દરમિયાન બાળકીને ગુડ ટચ અને બેડ ટચ બાબતે જાણકારી આપવામાં આવી હતી. જેથી આ 12 વર્ષની બાળકીએ આ અંગે પોતાની માતાને કહ્યું હતું કે, તેના સાવકા પિતાએ તેને બેડ ટચ કર્યો છે. પ્રાઈવેટ ભાગમાં અડપલા કર્યા હતા. આ સાથે અનેક જગ્યા પર પણ તેની સાથે છેડતી કરતો હતો.

મહિલા જ્યારે પરિવાર સાથે વતન ગઇ હતી ત્યારે પિતાએ આ બાળકી નહાતી હતી ત્યારે તેનો વીડિયો પણ ઉતાર્યો હોવાનું બાળકી દ્વારા માતાને જણાવવામાં આવ્યું હતું. તે સમયે આ યુવાને પરિવારની માફી માંગી પિતા તરીકેની તમામ ફરજ અદા કરવાની જવાબદારી લીધી હતી. પરંતુ તો પણ તે પોતાની હરકતોથી બંધ કરતો ન હતો. જેથી હવસખોર પિતા વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *