2020ના વર્ષના 20 સૌથી ખરાબ પાસવર્ડ: શું તમારો પાસવર્ડ તો આ યાદીમાં નથી ને?

શું તમે ખૂબ લાંબા સમયથી તમારો પાસવર્ડ નથી બદલ્યો? શું તમે અલગ અલગ પ્લેટફોર્મ પર એક જ પાસવર્ડનો ઉપયોગ કરો છો? જો આવું હોય તો…

શું તમે ખૂબ લાંબા સમયથી તમારો પાસવર્ડ નથી બદલ્યો? શું તમે અલગ અલગ પ્લેટફોર્મ પર એક જ પાસવર્ડનો ઉપયોગ કરો છો? જો આવું હોય તો ચોક્કસ તમે કોઈ મુશ્કેલીમાં મુકાવા જઈ રહ્યા છો. પ્રાઇવસી માટે પાસવર્ડ સરળતાથી કોઈ તોડી ન શકે તેવો રાખવો જોઈએ. જો તમે એકદમ સરળ પાસવર્ડ રાખશો તો હેકર્સ આસાનીથી તમને ટાર્ગેટ બનાવી શકશે. તમારો સરળ પાસવર્ડ તમને મુશ્કેલીમાં પણ મૂકી શકે છે. 2020ના વર્ષમાં લોકો દ્વારા એવા અનેક ખરાબ પાસવર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાઇબર નિષ્ણાતો લોકોને આવા પાસવર્ડનો ઉપયોગ ન કરવાની સલાહ આપી રહ્યા છે.

હાલમાં 2020ના વર્ષ દરમિયાન ઉપયોગમાં લેવાયેલા સૌથી ખરાબ 20 પાસવર્ડની યાદી પ્રસિદ્ધ થઈ છે. દર વર્ષે આવી ડાર્ક વેબ પર જોવા મળતા સૌથી ખરાબ પાસવર્ડની યાદી બહાર પડતી હોય છે. જો તમે ખૂબ સરળ કે યાદીમાં આપ્યા છે તેવા પાસવર્ડ રાખ્યા હશે તો આવા પાસવર્ડને ડાર્ક વેબ પર ફ્રી મૂકી દેવામાં આવતા હોય છે અથવા તે વેચાતા પણ આવતા હોય છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ યાદીમાં “123456” અને “password” સૌથી ખરાબ પાસવર્ડની યાદીમાં ટોચ પર રહ્યા છે. આ દરમિયાન એક તારણ એવું પણ નીકળ્યું છે કે મોટાભાગના લોકો એવા જ પાસવર્ડ વાપરતા હોય છે જેને 24 કોમન કોમ્બિનેશનથી ક્રેક કરી શકાય છે. આનાથી પણ ખરાબ વાત એ છે કે 49 ટકા લોકો જ્યારે પાસવર્ડ બદલવાનો થાય છે ત્યારે ફક્ત એક જ કેરેક્ટર ચેન્જ કરે છે.

2020ના વર્ષમાં ડાર્ક વેબ પર જોવા મળેલા 20 સૌથી ખરાબ પાસવર્ડ:
123456
password
12345678
12341234
1asdasdasdasd

Qwerty123
Password1
123456789
Qwerty1
:12345678secret

Abc123
111111
stratfor
lemonfish
sunshine

123123123
1234567890
Password123
123123
1234567

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *