વૈજ્ઞાનિક યુગમાં, લોકો હજી પણ ભૂત-પ્રેત પર વિશ્વાસ કરતાં હોય છે. અંધશ્રદ્ધાનું એવુ જ એક જીવતું-જાગતું ઉદાહરણ જોવા મળ્યુ છે. જ્યાં સેંકડો મહિલાઓ ભૂતથી મુક્તિ મેળવવા માટે એકઠી થઈ હતી અને પછી ભૂતનાં નામે નાટક શરૂ થયું હતું. પોલીસને જ્યારે આ અંગે જાણ થઇ ત્યારે મહિલા પોલીસ દ્વારા ભૂત-પ્રેતનાં નામ પર કથિત મહિલાઓને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવી હતી.
વાસ્તવમાં ભૂત-પ્રેતનાં નામે આદિવાસી વિસ્તારમાં આવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. આ વિસ્તારમાં અંધશ્રદ્ધાનું એક અનોખું નાટક જોવા મળ્યું હતું. જાણવા મળ્યું છે કે, પાડોશી રાજ્ય ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની એક મહિલા પાનમતીએ ગામમાં દાવો કર્યો હતો કે, જે મહિલાઓ ઉપર ભૂત-પ્રેતની બાધા છે તે તેને દૂર કરશે.
તેના દાવાના સમાચાર ખુબ જ ઝડપી ફેલાઈ ગઈ, પછી શું નજીકના ગામોની સેંકડો મહિલાઓ કાઠાસ ગામમાં ભેગી થઈ અને પછી ભૂત-પ્રેત ભગાવવાનું નાટક શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ભૂતને ભગાડવાનો દાવો કરનારી પાનમતીએ ઘણી મહિલાઓને તેના પતિના ગેરકાયદેસર પ્રેમ સંબંધ વિશે માહિતી આપવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો હતો.
જ્યારે પોલીસને તેની જાણ થઈ ત્યારે પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસને જોઇ તાંત્રિક પાનમતીએ મહિલાઓની અંધશ્રદ્ધા જોઈને પોતાની ઉપર ભૂત-પ્રેતની છાયા હોવાનો દાવો શરૂ કર્યો હતો. તેની સાથે વિચિત્ર-વિચિત્ર હરકતો કરવા લાગી અને વિચિત્ર અવાજો કાઢવા લાગી. પરંતુ અંધશ્રદ્ધાની આ રમત લાંબી ચાલી નહીં. તાંત્રિક પાનમતીને પોલીસ તેની સાથે લઈ આવી. ત્યારબાદ મામલો શાંત થયો હતો.
એડિશનલ એસપી અનિલ સોનકર કહે છે કે, ઘણીવાર આવા મામલા જોવા મળે છે. જ્યાં ભૂત-પ્રેતનાં નામે નાટકો કરવામાં આવે છે અને નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. પોલીસ અધિક્ષક અનિલ સોનકરે જણાવ્યું હતું કે, કાઠાસ ગામ એક આદિવાસી પ્રભુત્વ ધરાવતું ક્ષેત્ર છે. પર્વત વિસ્તારમાં કેટલીક આદિવાસી મહિલાઓ ઝાડ ફૂંકવાનું કામ કરી રહી હતી. તેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.
આ મામલો મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાના મોરવા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કાઠાસસ ગામનો છે. અહી ભૂત પ્રેતના નામે આવી કેટલીક બાબતો બનવા લાગી જેના કારણે વાદ-વિવાદ ઉભો થયો હતો. પોલીસને આ અંગેની બાતમી મળતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી. અને બધી મહિલાઓને સમજાવવામાં આવ્યું કે ઝાડુ ફૂંકવાનું ખોટું છે. આ બધો અંધવિશ્વાસનો ખેલ છે. વૈજ્ઞાનિક યુગમાં તે સાચું નથી. સમજાવીને બધાને દુર કર્યા અને ઘરે મોકલી દીધા હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle