નિર્દય માતા: 6 મહિનાના અધૂરા ગર્ભે જન્મેલી બાળકીના મૃતદેહને ઉકરડે ફેકી દેવામાં આવ્યો

હાલમાં એક સ્કૂલ પાછળ ઉકરડા પાસે 6 મહિનાની મૃત નવજાત બાળકીને નાખીને તેની પર રેતી નાખી દેવામાં આવી હતી. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ગુનો નોંધીને નવજાત બાળકીને મૂકી જનારાની શોધખોળ શરૂ કઈ હતી.

આ અંગે ઇશ્વર ભરવાડ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, સવારે 9-15 વાગે તેમને જાણ થઇ હતી કે, દેવજી પ્રજાપતિના ખેતરના ગેટ પાસેના ઉકરડા નજીક રેતીની તાજી ઢગલી કરેલી છે અને તેના પર તાજા જન્મેલા બાળકના માથાનો ભાગ દેખાઈ રહ્યો છે.

તેમણે ત્યાં જઇને જોયું તો તાજી નાખેલી રેતીની નીચે નવજાત શિશુનું માથું દેખાતું હતું અને કોઇએ આસપાસમાંથી રેતી લઇને નાંખેલી હોય તેવું લડી રહ્યું હતું. તેમણે 108ને જાણ કરતાં પહોંચેલા એમ્બ્યુલન્સના સ્ટાફે રેતી હટાવીને જોયું તો 6 મહિનાનું બાળક મૃત હાલતમાં હોવાનું અને તે બાળકી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટના વડોદરામાં આવેલ છાણીની છે જ્યાં નવજાતને ઉકરડે ફેંકી દેવાયું હતું. એફએસએલની તપાસમાં આ બાળકી પ્રિમેચ્યોર હોવાનું અને 6 મહિનાના અધૂરા ગર્ભે જન્મી હોવાનું જાણવા મળ્યું હતું. છાણી પોલીસના પીએસઆઇ એ.એમ.પરમારે તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *