ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની અચાનક બદલી, જુઓ ક્યાં શું જવાબદારી સોંપાઈ?

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. જયંતી રવિ ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના…

હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. જયંતી રવિ ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના નાતે સ્વાસ્થ્યને લગતી દરેક જવાબદારી તેમના ઉપર હતી. જેના કારણે કોરોના મહામારીમાં રૂપાણી સરકાર તેમનાથી નારાજ થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હવે અચાનક જયંતી રવિને તામીલનાડુમાં એરોવિલ ફાઉન્ડેશનનાં સેક્રેટરી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવીની તાત્કાલિક અસરથી એરોવિલ ફાઉન્ડેશન તામિલનાડુના સચિત તરીકે 3 વર્ષ માટે બદલી કરવાના આદેશો આપ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારા દરમ્યાન જયંતિ રવિ અવાર-નવાર વિવાદોમાં આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડો થતાની સાથે જ એકાએક જયંતિ રવિની બદલી થતા સચિવાલય અને ઉચ્ચ અધિકારીઓમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. 1991ની બેચના IAS જયંતી રવિની હવે ગુજરાતમાંથી તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિખ્યાત ઓરોવિલા ફાઉન્ડેશન મહર્ષિ અને આઝાદીના લડવૈયા મહર્ષિ અરવિદ દ્વારા સ્થપાયેલા ઐતિહાસિક આશ્રમનું સંચાલન કરે છે. જયંતી રવિ પુડુચેરીના મુખ્ય સચિવ બનાવાશે તેવી ચર્ચા હતી. પરંતુ તેના બદલે તેમને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે. જોકે, તેમને આ પ્રકારનું ટ્રાન્સફર કેમ આપવામાં આવ્યું છે તેના પર અનેક ચર્ચા ચાલી રહી છે. તેમને એકાએક કેમ ટ્રાન્સફર આપવામાં આવ્યું તે ચર્ચાઈ રહ્યું છે.

ગુજરાતમાં કોરોના શરૂ થતાની સાથે જ આરોગ્ય સચિવ તરીકે જયંતિ રવિના માથે મોટી જવાબદારી આવી પડી હતી. રાજ્યમાં કોરોનાના કેસોની સાથે હોસ્પિટલ, બેડ, સારવાર, ટેસ્ટિંગ, ટ્રેસિંગની પણ સંપૂર્ણ જવાબદારી હતી.ખાસ કરીને કોરોનાની પ્રથમ લહેર દમિયાન પણ ગુજરાતનું આરોગ્ય તંત્ર નિષ્ફળ ગયું હોવાનું બૂમરાણો મચી ગઈ હતી. જ્યારે બીજી લહેર દમિયાન ઓક્સિજન અને ઈન્જેક્શનની અછતની સાથે હોસ્પિટલોમાં બેડ પણ ખુટી પડતા રાજ્યમાં મેડિકલ ઈમરજન્સી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.

રાજ્યમાં કોરોનાના કેસોને કાબુમાં લાવવા માટે જયંતિ રવિ દ્વારા આપવામાં આવતી સલાહ અને સૂચનોને કેટલાક ચોક્ક્સ અધિકારીઓ અવગણીને સરકાર સાથે બેસી જયંતિ રવિની ઉપરવટ જઈને નિર્ણયો લેતા હોવાની ફરિયાદોને આધારે જયંતિ રવિ નારાજ હતા. ગુજરાતમાં કોરોનાની પ્રથમ લહેર બાદ જયંતિ રવિએ પોતાની બદલી ગુજરાત બહાર ખાસ કરીને તામિલનાડુમાં કરવા માટેની રજૂઆતો કરી હતી. પરંતુ રાજ્યમાં કોરોનાની બીજી લહેર ભારે કહેર વર્તાવતા કેન્દ્ર સરકારે પણ જયંતિ રવિની બદલી તે સમયે અટકાવી દીધી હતી. જ્યારે હાલ બીજી લહેરમાં કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થતા અને ત્રીજી લહેર આવે તે પહેલા જયંતિ રવિની આજે સવારે એકાએક બદલીના ઓર્ડર થતા મોટો ચર્ચાનો વિષય બન્યો છે.

કોણ છે ડો. જયંતિ રવિ?
જયંતી રવિ મૂળ તામિલનાડુનાં છે. 17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતી રવિ 1991ની બેચના આઈએએસ અધીકારી છે. તેમણે 15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે આઇએએસ તરીકેની પોતાનો પદભાર સંભાળ્યો હતો. વર્ષ 2002માં ડો. જયંતિ રવિ પંચમહાલ જિલ્લાના કલેક્ટર હતા. ત્યારબાદ શિક્ષણ વિભાગ, ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યલય જેવા વિભાગોમાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે.

આ ઉપરાંત તેઓ કડક વહીવટકર્તા છે. તેઓ 11 જેટલી ભાષા જાણે છે. તેમણે સંસ્કૃત ભાષામાં ઘણા પુસ્તકો પણ લખ્યા છે. તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ પણ લીધી છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરી હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે મેનેજમેન્ટ વિષયમાં PhD પણ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *