બિહારમાં રોજ રોજ હજારો બાળકો ચમકી તાવના કારણે મોતને ભેટી રહયા છે. ત્યારે ભાજપના સાંસદે બિહાર સરકારની નિષ્ફળતાની વાત કરવાની જગ્યાએ વિચિત્ર નિવેદન આપતા કહ્યુ છે કે, આ માટે 4G જવાબદાર છે.
જ્યાં બાળકો મોતને ભેટી રહ્યા છે તે મુઝ્ઝફરપુરના સાંસદ અજય નિષાદે કહ્યુ હતુ કે, ચમકી બુખાર માટે 4G એટલે કે ગામડુ, ગરમી, ગરીબી અને ગંદકી જવાબદાર છે. જે લોકોની રહેણી કરણી નીચલા સ્તરની છે તેવા ગરીબ ઘરોમાં બાળકો આ બીમારીનો શિકાર થઈ રહયા છે. મારૂ માનવુ છે કે, ફોર જી પર કાબૂ મેળવવો બહુ જરૂરી છે. જેનાથી બીમારી પણ આપોઆપ કાબૂમાં આવશે.
તેમણે કહ્યુ હતુ કે, આ મુદ્દો મુખ્યમંત્રી નિતિશકુમારના ધ્યાનમાં જ છે. દરેક વ્યક્તિની પોતાની વ્યવસ્તતા હોય છે. નિતિશકુમાર આજે મુલાકાત લેવા માટે આવ્યા તે માટે હું તેમનો આભારી છું. હવે એ વાત પર ધ્યાન આપવાની જરૂર છે કે, બીમારી પર કેવી રીતે કાબૂ મેળવી શકાય અને બાળકોના મોતને કેવી રીતે રોકી શકાય.
દરમિયાન જેડીયુ સાંસદ દિનેશચંદ્ર યાદવે કહ્યુ હતુ કે, કેટલાય વર્ષોથી ગરમીમાં બાળકો બીમાર પડે છે અને મોતને ભેટે છે પણ વરસાદ શરૂ થતા આ બીમારી પ્રસરતી અટકી જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.