કોર્ટ થી બચવા પેટ માં દુખવા નું બહાનું બનાવી સાધ્વી પ્રજ્ઞા હોસ્પિટલમાં ભરતી

ભોપાલથી હાલમાં જ સાંસદ ચૂંટાયેલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મેં પેટમાં દર્દ થવાને કારણે બુધવારે રાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને ગુરૂવાર સવારે તેમને રજા…

ભોપાલથી હાલમાં જ સાંસદ ચૂંટાયેલ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર મેં પેટમાં દર્દ થવાને કારણે બુધવારે રાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને ગુરૂવાર સવારે તેમને રજા આપી દેવામાં આવી છે. સાધ્વી 2008ના માલેગાંવ વિસ્ફોટમાં આરોપી છે અને આઠ વાગ્યે તેમને મુંબઇ નેક વિશેષ અદાલતમાં હાજર રહેવાનો આદેશ મળ્યો હતો. આદેશ પ્રમાણે તેમને કાલે એટલે કે સાથ જૂનના રોજ અદાલત સામે હાજર રહેવાનું છે.

જાણકારી મુજબ પ્રજ્ઞા ને આંતરડામાં સંક્રમણ, કમરનો દુખાવો અને હાઇ બ્લડ પ્રેશર ને કારણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ડૉક્ટર અજય મેહતા નું કહેવું છે કે પ્રજ્ઞાને આંતરડામાં સોજો આવ્યો છે અને બ્લડપ્રેશર પણ ખૂબ જ વધી ગયું છે. તેથી તેમને એક થી બે દિવસ સુધી હોસ્પિટલમાં રહેવું પડશે.

પ્રજ્ઞાના સમર્થકોનું કહેવું છે કે આજે તેઓ કાર્યક્રમમાં હાજર રહેવા માટે રજા લેશે અને ફરી પાછા હોસ્પિટલમાં દાખલ થઇ જશે. તેમની સહયોગી ઉપમા એ કહ્યું કે,” તેઓ સાજા નથી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યા છે. તેમને પેટ સંબંધી રોગને કારણે ઇન્જેક્શનથી દવા આપવામાં આવી છે. તેમને ગુરુવારે સવારે હોસ્પિટલ થી રજા આપી દેવામાં આવી છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જઈ રહી છે. પરંતુ કાર્યક્રમ પૂરો થતાં તેઓ ફરીથી હોસ્પિટલ પછી ભરતી થઈ જશે કારણ કે તેમને તબિયત સારી નથી.”

આ પહેલા ૩ જૂને મુંબઈની વિશેષ અદાલતે પ્રજ્ઞાને અઠવાડિયામાં એક વાર હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. પરંતુ પ્રજ્ઞા ય પોતાની બીમારી અને સંસદમાં ઔપચારિકતાઓ પૂરી કરવાનું બહાનું બનાવીને કોર્ટ પાસેથી છૂટ માંગી હતી પરંતુ જજે ઇનકાર કરી દીધો. અદાલતે કહ્યું કે આ મામલામાં તેમની ઉપસ્થિતિ ખૂબ જ આવશ્યક છે.

પ્રજ્ઞા પર કયો કેસ છે?

માલેગાવ ધમાકો 29 સપ્ટેમ્બર, 2008ના રોજ થયો હતો. જેમાં 7 લોકો મૃત્યુ પામ્યા અને 100 થી વધુ લોકો ઘાયલ થયા. સરકારે આ મામલાની તપાસ એટીએસ ને સોંપી. ત્યારબાદ આ તપાસ એનઆઈએ ને સોંપવામાં આવી. આ મામલામાં સાધ્વી પ્રજ્ઞા નું સ્કૂટર પકડાયો અને સાધ્વી ને જેલની સજા થઈ. એપ્રિલ 2017 માં સાધ્વી નવ વર્ષની જેલની સજા ભોગવીને બેલ ઉપર બહાર આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *