ભારત બન્યો દુનિયાનો સૌથી વધુ અકસ્માત થનારો દેશ- દરરોજ એટલા અકસ્માત થઇ રહ્યા છે કે, આંકડો જાણી…

ભારતમાં મોટાભાગે માર્ગ અકસ્માત થાય છે. જ્યારે તમે માર્ગ અકસ્માતના આંકડા જાણશો તો તમને પણ આશ્ચર્ય થશે. સરકાર દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીનું કહેવું છે કે, તમામ હિતધારકોએ માર્ગ અકસ્માતોથી થતાં મૃત્યુને ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ.

નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 2025 સુધીમાં માર્ગ અકસ્માતોથી થતા મૃત્યુને 50 ટકા સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ત્યારે જ સુનિશ્ચિત થશે જ્યારે બધા સાથે મળીને પ્રયત્ન કરે. તેમણે કહ્યું કે, માર્ગ અકસ્માતોને કારણે થતા મૃત્યુને કારણે એક ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને ભારત માર્ગ અકસ્માતોના મામલામાં પ્રથમ સ્થાને અમેરિકા અને ચીનથી આગળ છે. ગડકરીએ માર્ગ સલામતી અંગેના કાર્યક્રમમાં આ વાત કહી હતી.

સરકારી આંકડા મુજબ, દેશમાં દર વર્ષે લગભગ 1.5 લાખ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. અને આ અકસ્માતોમાં 4.5 લાખથી વધુ લોકો ઘાયલ થાય છે. ભારતમાં માર્ગ અકસ્માતમાં દરરોજ 415 લોકોનાં મોત થાય છે. માર્ગ અકસ્માતમાં 70% મૃત્યુ 18 થી 45 વર્ષની વય જૂથમાં થાય છે.

નીતિન ગડકરીએ કહ્યું કે, માર્ગ અકસ્માતથી અર્થવ્યવસ્થાને પણ નુકસાન થાય છે. તેમણે કહ્યું હતું કે, માર્ગ અકસ્માતોને લીધે સામાજિક-આર્થિક નુકસાન કુલ ઘરેલુ ઉત્પાદનની 3.14 ટકા જેટલું હતું. માર્ગ અકસ્માતોને નિયંત્રણમાં લાવવા માટે પરિવહન મંત્રાલય દ્વારા એન્જિનિયરિંગ, શિક્ષણ, અમલ અને વધુ સારી ઇમરજન્સી કેર સેવાઓ લેવામાં આવી હતી.

સરકારના જણાવ્યા મુજબ, દેશમાં આવા હજાર સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં વધુ અકસ્માત થાય છે. મંત્રાલય હાઇવે નેટવર્ક પર ઓળખવામાં આવેલ 5000 અકસ્માત સ્થળો પર સુધારણા પર કામ ચાલી રહ્યું છે, અને સલામતી માટે 40,000 કિ.મી.થી વધુના માર્ગની તપાસ કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે રાજ્યોને પ્રોત્સાહિત કરવા રાજ્ય સહાય કાર્યક્રમની દરખાસ્ત કરી છે, જેના માટે કેન્દ્ર સરકાર માર્ગ સલામતીમાં સુધારો કરવા માટે રાજ્યોને 14,000 કરોડ રૂપિયા પ્રદાન કરી રહી છે. હાલમાં ભારતમાં માર્ગ સલામતી મહિનો ઉજવવામાં આવી રહ્યો છે. જેથી માર્ગ સલામતીના મુદ્દાઓ પર જાગૃતિ આવી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *