છરી બતાવી નરાધમે સગર્ભા સાથે આચર્યું દુષ્કર્મ, પતિ ગુજરાતમાં કરતો હતો…

મુંગેરની સગર્ભા સ્ત્રી સાથે બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મહિલા ઘરે એકલી હતી ત્યારે આરોપીએ આ ઘટનાને અંજામ…

મુંગેરની સગર્ભા સ્ત્રી સાથે બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે મહિલા ઘરે એકલી હતી ત્યારે આરોપીએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આરોપીને પકડવા દરેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

બિહારના મુંગેરથી માનસજાતને શરમજનક બનાવનારી એક ઘટના સામે આવી છે. ધોળા દિવસે ઘરમાં ઘુસીને એક વ્યક્તિએ 19 વર્ષની ગર્ભવતી મહિલા સાથે બળાત્કાર કર્યો હતો. આ મહિલાને ગંભીર હાલતમાં સદર હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ મામલે ડીએસપીનું કહેવું છે કે, આરોપીની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેને પકડવા માટે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આરોપીની ધરપકડ ટૂંક સમયમાં કરવામાં આવશે.

સગર્ભા સ્ત્રી પર બળાત્કાર
આ ઘટના બિહાર ના મુંગેરના મુફસીલ પોલીસ સ્ટેશન વિસ્તારના મિરઝાપુર બરદાહ ગામમાં, જ્યાં પડોશમાં રહેતા વ્યક્તિએ સગર્ભા મહિલા સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યો હતો. પીડિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો પતિ ગુજરાતમાં એક ટ્રક ચલાવે છે અને ઘરે તે તેની જેઠાણી સાથે રહે છે. પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે ઘરે એકલી હતી ત્યારે પડોશમાં રહેતા આરોપીએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને છરી બતાવી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

છરી બતાવી મહિલા પર બળાત્કાર ગુજાર્યો
આ કેસમાં પીડિતાની જેઠાણીએ પોલીસને જણાવ્યું હતું કે, આરોપી હંમેશા તેને હેરાન કરે છે. જ્યારે પણ પીડિતાને તેના ઘરે પાણી લેવા જવું પડતું ત્યારે તેની છેડતી કરતો હતો અને અશ્લીલ હરકતો કરતો હતો.

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
આ ઘટનાની વધુ જાણકારી મુજબ સદરના ડી.એસ.પી. નંદજી પ્રસાદે જણાવ્યું હતું કે, એક પરિણીત મહિલા મીરઝાપુર બરદાહ ગામમાં રહે છે, તેનો પતિ ગુજરાતમાં ટ્રક ચલાવે છે અને તે ઘરે એકલી હતી ત્યારે ગામનો 25 વર્ષીય યુવક તેના ઘરે પ્રવેશ કર્યો હતો અને તેની સાથે અશ્લીલ હરકતો કરી હતી. મહિલાને સારવાર માટે સદર હોસ્પિટલમાં લાવવામાં આવી છે અને ત્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. આરોપીઓને પકડવા દરેક જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે, તે હાલ ફરાર છે. મહિલા ગર્ભવતી છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *