હાલમાં એક મસ્જિદમાં બૉમ્બ બનાવવાના ક્લાસ દરમિયાન ધમાકો થવાથી 30 તાલિબાની આતંકવાદીઓના મૃત્યુ નીપજ્યા છે. એક રિપોર્ટ મુજબ અફઘાન નેશનલ આર્મીએ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કહેવામાં આવ્યું કે, માર્યા ગયેલા લોકોમાં 6 વિદેશી પણ હતા. આ અકસ્માત શનિવારની સવારે થયો હતો. એક મસ્જિદમાં તાલીબાની આતંકવાદીઓને બૉમ્બ અને IED બનાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.
અફઘાન નેશનલ આર્મી કહે છે કે, અકસ્માત એટલો ભયંકર હતો કે ઘણાં મૃતદેહો ક્ષતિગ્રસ્ત થઈ ગયા છે જેના કારણે માર્યા ગયેલા વિદેશી લોકોની ઓળખ થઈ શકી નથી. તો અફઘાનિસ્તાનના સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, અન્ય ઘટનામાં કુંદુજ પ્રોવિન્સમાં તાલિબાન તરફથી પ્લાન્ટ કરવામાં આવેલા IEDમાં ધમાકો થવાથી 2 બાળકોના પણ મોત થઈ ગયા. ગયાં કેટલાક મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાની હુમલાની ઘટનાઓ વધી ગઈ છે.
સોમવારના નાટોના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલ્ટેનબર્ગે કહ્યું હતુ કે, અલાયન્સ અફઘાનિસ્તાનથી સૈનિકોને યોગ્ય સમય થવા સુધી પાછા બોલાવવામાં આવશે નહી. બુધવાર અને ગુરુવારના નાટોમાં સામેલ 30 દેશોના મંત્રીઓની મીટિંગ થવાની છે. આ પહેલા પણ ટ્રમ્પ સરકાર દ્વારા તાલિબાન સાથે એક કરાર કરવામાં આવ્યો હતો.
ત્યારબાદ અમેરિકન સૈનિકોને અફઘાનિસ્તાનથી પાછા બોલાવવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ હાલમાં લગભગ 9600 સૈનિકો અફઘાનિસ્તાનમાં છે. બાઇડન સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ટ્રમ્પ સરકારની સાથે કરવામાં આવેલા કરારનો રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle