સ્થાનિક સ્વરાજનો સંગ્રામ: જાણો કોણ ફાવશે અને કોનો ખેલ બગડશે

ગુજરાત રાજ્યમાં રવિવારના રોજ યોજાયેલી 6 મહાનગર પાલિકામાં ઓછા મતદાન બાદ 8 વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થઈ ગયો છે. રાજકોટમાં ભાજપને પહેલી જીત મળી છે. સુરતમાં સૌ પ્રથમ EVMની મતગણતરી શરૂ થઈ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 7 અને 11ની પેનલ તથા જામનગરમાં વોર્ડ નંબરની પેનલના ભાજપના ચારેય ઉમેદવારો વિજેતા જાહેર થયા છે. 6 મહાનગરપાલિકાની 576માંથી 341ના ટ્રેન્ડમાં 263માં ભાજપ આગળ છે, જ્યારે 49માં કોંગ્રેસ, જ્યારે 29 બેઠકોમાં AAP અને AIMIM ત્રીજો વિકલ્પ બની રહ્યું છે.

આજે સવારે સુરત મનપાની ચૂંટણી (gujarat election) ની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સુરત વોર્ડ નંબર 4માં આપનો ઉમેદવાર આગળ, જ્યારે અમદાવાદના બહેરામપુરામાં ઔવેસીની પાર્ટી AIMIM આગળ છે. મહાનગરપાલિકાની મતગણતરીના શરૂઆતી ટ્રેન્ડમાં 105માં ભાજપ આગળ છે, જ્યારે અમદાવાદ, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત 21માં કોંગ્રેસ આગળ છે.

અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં સૈજપુર બોધા, ખોખરા, નવરંગપુરા, જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી છે. જ્યારે દરિયાપુર વોર્ડમાં કોંગ્રેસની પેનલ જીતી છે. હાલના ટ્રેન્ડમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM 3, જ્યારે ભાજપ 65 બેઠક પર અને 10 બેઠક પર કોંગ્રેસ આગળ છે. જ્યારે જોધપુર વોર્ડના કાર્યકરો ઢોલ લઈને ઉજવણી માટે મતગણતરી પહોંચી ગયા છે.

ગુજરાત રાજ્યના CM વિજય રૂપાણીના શહેર રાજકોટમાં બીજેપી બહુમત તરફ પહોંચી છે જ્યારે અત્યાર સુધી કૉંગ્રેસને એકપણ બેઠક મળી નથી. આ સાથે વડોદરામાં બીજેપીએ 25 બેઠકો પર જીત મેળવી છે અને કૉંગ્રેસે 7 બેઠકો પર જીત મેળવી છે. રાજકોટમાં ભાજપમાં 24 બેઠક પર અને 4 બેઠક પર કોંગ્રેસ તથા એક બેઠક પર આપ આગળ છે. આ ઉપરાંત વોર્ડ નં.1,4,7,10 અને 13 સહિત ભાજપની આખે આખી પેનલનો વિજય થયો છે. જીતતા ફટાકડા ફોડી જશ્ન મનાવવામાં આવ્યો છે. કોંગ્રેસનો ફરી કડૂચલો થયો છે. રાજકોટમાં ભાજપે વિજય સરઘસ યોજી જશ્ન મનાવી રહ્યું છે

જામનગરમાં ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, ભાજપ 11, કોંગ્રેસ 6 અને આપ 4 બેઠક પર આગળ છે. જામનગરમાં વોર્ડ નં. 9 અને વોર્ડ નં.5માં ભાજપની પેનલનો વિજય થયો છે. બન્ને વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો છે. જામનગરના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરની હાર થઇ છે. ભાજપ છોડી આપમાં ગયા હતા. માયાવતીની બસપાએ ભાજપની પેનલ તોડી છે. પાંચ બેઠકો પર BSP આગળ છે. વોર્ડ નં. 6 ત્રણ ટર્મથી ભાજપનો ગઢ ગણાતું હતું. વોર્ડ નં. 7માં ભાજપની પેનલની જીત થઇ છે.

ભાવનગરમાં આજે સવારે 8 વાગ્યાથી બેલેટ પેપરની મતગણતરી શરૂ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી ઇવીએમની મતગણતરી શરૂ કરવામાં આવી છે. 3 બેઠક પર ભાજપ અને 1 પર કોંગ્રેસ આગળ છે. વોર્ડ નંબર.1,4,7,11ની ગણતરી થઇ રહી છે. ભાવનગર વોર્ડ નં.1માં ભાજપના ઉપેન્દ્રસિંહ 1323 વોટથી આગળ છે. ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. વોર્ડ નં. 1માં ભાજપના ત્રણ અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા થયા છે. ભાવનગરમાં મનપામાં ફરી સત્તા હાંસલ કરવાની દિશામાં આગળ છે. 30 બેઠક ભાજપ અને 8 પર કોંગ્રેસ આગળ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની 6 મહાનગર પાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સુરત મહાનગરપાલિકા (surat municipal election) માં 45.51 ટકા મતદાન નોંધાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *