હાલ આપણે વાત કરીએ તો ટેક્નોલીજીની સાથે-સાથે આરોગ્ય સુધારામાં પણ ઘણો સુધારો થયો છે. પણ ઘણા એવા રોગ છે કે જેનો ઇલાઝ તો થઇ શકે છે, પણ ખુબ મોડું થઇ જાય છે. જો તમારી સાથે પણ આવું ના થાય એટલે આ પોસ્ટ તમારા માટે ખુબ ખાસ છે.
આરોગ્યમાં ટીબીની સારવાર યોગ્ય રીતે ન થાય તો આ રોગ તમારા માટે જીવલેણ બની જાય છે જેની તમને પણ જાણ રહેતી નથી. ટીબી માત્ર ફેફસાં સાથે સંકળાયેલ સમસ્યા નથી પરંતુ શરીરના બીજા કોઈ પણ અંગોમાં થઇ શકે છે. જેમ કે હાડકા, સાંધા, પેટ, આંતરડા, મગજ, કિડની, પ્રજનન અંગ અને સાથે-સાથે મોં અને નાક વગેરે. જાણો, જયારે ટીબી આવે ત્યારે કેવા-કેવા લક્ષણો અનુભવાય છે.
ટીબી જેવી બિમારીનું સૌથી મોટું લક્ષણ કફ માંથી લોહી નિકળવું છે. ટીબી જેવી બિમારીમાં ફેફસાંમાં ખૂબ જ ઝડપથી ઇન્ફેક્શન થવા લાગે છે જેનાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ ઇન્ફેકશન ખુબ ઝડપથી વધે છે. ટીબીની બિમારીનું સૌથી મોટું લક્ષણ ખાંસી આવવી છે, પરંતુ ઘણા બધા લોકો તેને સામાન્ય ખાંસી સમજીને તેને અવગણતા હોય છે, એટલા માટે જો તમને ત્રણ અઠવાડિયા કરતા વધારે સમય સુધી ખાંસી આવવાની સમસ્યા રહે છે તો તરત જ ડૉક્ટર પાસે જાવ અને સારવાર કરાવો.
ટીબી જેવી બિમારીમાં આખો દિવસ કંઇ જ નથી થતું પરંતુ સાંજના સમયે તાવ આવવા લાગે છે, જો તમારી સાથે પણ આ પ્રકારે થઇ રહ્યું છે તો આ ટીબીના લક્ષણ હોઇ શકે છે. ટીબીની બિમારીમાં મોટાભાગે છાતીમાં દુખાવો થવાની સમસ્યા થતી હોય છે. જો આ પ્રકારના લક્ષણ હોય તો તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.
ટીબી જેવી બિમારી થવા પર અચાનકથી જ વજન ઘટવા લાગે છે. એટલા માટે જો તમારું વજન અચાનકથી જ ઓછું થવા લાગે તો આ લક્ષણને ક્યારેય અવગણતા નહીં. આ બિમારી થવા પર ભૂખ લાગવાનું બંધ થઇ જાય છે, એટલા માટે આ બધી પરિસ્થિતિઓમાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle