માત્ર 10 રૂપિયામાં આ રીતે ઘરે બેઠા જ કરો પેડીક્યોર, શુ કામ બ્યુટી પાર્લરમાં ખર્ચવા હજાર રૂપિયા?

કોરોનાએ તમામ લોકોના જીવનને ખૂબ ખરાબ અસર કરી છે. દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન છે. આ સમયે લોકો બ્યુટી પાર્લરમાં જઇ શકતા નથી. તેનો મતલબ એવો…

કોરોનાએ તમામ લોકોના જીવનને ખૂબ ખરાબ અસર કરી છે. દેશના ઘણા રાજ્યોમાં લોકડાઉન છે. આ સમયે લોકો બ્યુટી પાર્લરમાં જઇ શકતા નથી. તેનો મતલબ એવો બિલકુલ નથી કે તમે ઘરે બેઠા સંભાળ રાખી શકતા નથી. જો તમે ઘણા દિવસોથી પગ સાફ કર્યા નથી તો તમે ઘરેલું ઉપાયથી પણ પેડીક્યોર કરીને પગ સાફ કરી શકો છો. આ ઉપાયથી ખરાબ ત્વચા દુર થશે અને પગમાં પડેલી તિરાડથી પણ છુટકારો મળશે. આ નખની ચમક વધારે છે અને સ્કીનને સોફ્ટ બનાવે છે. ચાલો આજે તમને ઘરે રહીને પેડીક્યોરકરવાની રીત જણાવીએ.

ત્વચા અને નખ સાફ કરો
પેડિક્યુર કરતા પહેલાં તમારે નેઇલ પોલીશ કાઢી નાખવી જોઈએ. એક ટબમાં પાણી લો અને બે ચમચી શેમ્પૂ મિક્સ કરો. ત્યારબાદ તે પાણીમાં પગ મૂકો અને તેમાં 10 મિનિટ સુધી પગ રાખો. જૂનો ટૂથબ્રશ લો અને પગની ત્વચાને હળવેથી સાફ કરો. આમ કરવાથી પગમાંથી ગંદકી દૂર થશે. આ ઉપરાંત નખ સાફ કરવું પણ ખૂબ મહત્વનું છે. હવે પગના નખ કાપીને તેને સાફ કરો.

હળવા હાથથી પગનું સ્ક્રબિંગ કરો
હવે તમારા પગને સ્ક્રબ કરો. સ્ક્રબ કરવા માટે, એક કપ દૂધમાં ખાંડ અને એક ચમચી મીઠું મિક્સ કરો. હવે તેમાં એક ચમચી ઓલિવ અથવા બદામ તેલ નાખો. આ મિશ્રણને તમારા પગ પર લગાવો અને પગની ઘૂંટીઓને હળવા હાથથી સ્ક્રબ કરો. થોડા સમય પછી, તમારા પગને પ્યુમિક સ્ટોનથી સાફ કરો. સ્ક્રબ બનાવવા માટે, એક ચમચી દૂધ લો. તેમાં મધ નાખો અને તેને સ્ક્રબ તરીકે વાપરો

પગ સાફ કર્યા પછી, ટુવાલથી સાફ કરો. હવે એક વાટકીમાં મુલતાની માટી લો અને તેમાં બે ચમચી મસુર દાળનો પાવડર નાખો. તેમાં બે ચપટી હળદર અને બે ચમચી દહીં ઉમેરી પેસ્ટ બનાવો. હવે તેને પગ પર લગાવો અને સુકાવા દો. પછી પગને માલિશ કરીને પગ ધોઈ લો. હવે તેના પર નાળિયેર અથવા બદામનું તેલ લગાવીને પગને મોઈસ્ચરાઈઝ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *