બે સગા ભાઈઓએ ઈંટ અને પથ્થરોથી એક વ્યક્તિની નિર્દયતાથી હત્યા કરી હતી. આ હત્યાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે સ્થળ પરથી 4 લોકોની ધરપકડ કરી છે અને પુછપરછ હાથ ધરી છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી છે. જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે, આ હત્યા પાછળનું કારણ ગેરકાયદેસર સંબંધ છે. પતિએ પત્નીને તેના પ્રેમી સાથે વાંધાજનક સ્થિતિમાં જોઈ. ત્યારબાદ પતિએ જે કર્યું તેનાથી દરેકને આશ્ચર્ય થયું. પતિએ તેના ભાઈ સાથે મળીને પ્રેમીની હત્યા કરી નાખી હતી.
આ કેસમાં રામબાબુની પત્નીએ બદનસિંહ નામના વ્યક્તિ સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા હતા. ઘણા વર્ષોથી તેમનો ગેરકાયદેસર સંબંધ ગુપ્ત રીતે ચાલી રહ્યો હતો. ગઈરાત્રે રામબાબુના ઘરે કોઈ ન હતું અને પત્ની ઘરમાં એકલી હતી. આ મોકો જોઈને રામબાબુની પત્નીએ તેના પ્રેમીને બોલાવ્યો અને તે તેના ઘરે ગયો.
થોડી વાર પછી રામબાબુ પણ અચાનક ઘરે આવ્યા અને પત્ની અને બદનસિંઘને વાંધાજનક સ્થિતિમાં જોઇને તે ગુસ્સે થઈ ગયો. રામબાબુએ તેના ભાઈ શ્યામબાબુ સાથે મળીને ઈંટ, પથ્થરોથી બદનસિંઘની હત્યા કરી હતી. તે જ સમયે, પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ચાર લોકોની ધરપકડ કરી તેમજ તેમની પૂછપરછ કરી રહી છે. પોલીસ દ્વારા લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે.
એડિશનલ એસપી ઘનશ્યામ તિવારી કહે છે કે, પોલીસ સ્ટેશનના લક્ષ્મણપુર ગામની બહાર એકવીસ વર્ષના યુવકની લાશ મળી આવી છે. માથા અને ગળા પર દાગ મળી આવ્યા છે. જેમાં બીજા ગામની મહિલા સાથે પ્રેમ સંબંધનો મામલો સામે આવ્યો છે. આ અંગે હજી વધુ તપાસ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle