એવું તો શું થઈ ગયું કે, પિતાએ ગુસ્સે થઈને પોતાની જ પુત્રીનું માથું ધડથી કરી દીધું અલગ

બુધવારે સવારે રસ્તા પર એક વ્યક્તિના હાથમાં કપાયેલું માથું જોતા લોકો ગભરાઈ ગયા હતા. આ વ્યક્તિએ તેની 17 વર્ષની પુત્રીનું ધ્સથી અલગ થયેલું માથું તેના હાથમાં પકડ્યું હતું. લખનૌથી લગભગ 200 કિમી દૂર પાંડેયતારા ગામમાં આ સનસનાટી મચી ગઈ હતી. આ વ્યક્તિની ઓળખ સર્વેશ કુમાર તરીકે થઈ હતી. તે દીકરીનું માથુ લઈને પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.

આ ઘટના હરદોઈ જિલ્લાના મજિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સર્વેશ કુમારે પોતે જ તેની પુત્રીનું શિરચ્છેદ કરી તેની હત્યા કરી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે, તે તેની પુત્રીના પ્રેમ સંબંધથી નાખુશ છે. તેથી તેણે પુત્રીની હત્યા કરી હતી.

જ્યારે તે પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્યારે બે અધિકારીઓએ તેનો વીડિયો બનાવ્યો અને તેનું નામ પૂછ્યું. તેમને તેના નિવાસસ્થાન વિશે પૂછ્યું અને તેને પૂછ્યું કે, તેના હાથમાં કોનું માથું છે. સર્વેશ કુમારે આ બધા પ્રશ્નોના ખચકાટ અથવા ગભરાટ વિના જવાબ આપ્યો.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, તેણે સ્વીકાર્યું હતું કે તેણે એક વ્યક્તિ સાથેના તેના સંબંધ અંગે ગુસ્સે હોવાને કારણે તેણે તીક્ષ્ણ હથિયારથી તેની પુત્રીનું શિરચ્છેદ કર્યું હતું. તેણે કહ્યું, આ બધું જ મેં કર્યું છે, બીજા કોઈએ નહિ. તેનો મૃતદેહ અંદર રૂમમાં પડ્યો છે.

પોલીસે સર્વેશને માથું નીચે રાખીને રસ્તા પર બેસવાનું કહ્યું. આ જોઈને તે ત્યાં બેઠો. આ પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશ (યુપી) ના હરદોઇ જિલ્લાના એક ગામમાં બની હોવાનું જાણવા મળી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *