હાલમાં અડધીરાતે શ્રમજીવી યુવાનોમાં જુગાર રમ્યા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ મિત્ર આવી જતાં ઉભો થઈને જતો હતો. આ દરમિયાન જીતીને જતો હોવાથી હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, મિત્રના ઝઘડામાં બચાવવા પડેલા અજય નામના યુવકને ચપ્પુના ઘા વાગી ગયા હતાં. એક જ પરિવારના પાંચ સભ્યોએ ચપ્પુના ઘા ઝીંકી દીધા બાદ અજયને સારવાર અંગે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. છાતિ અને પેટના ભાગે ચપ્પુના ઘા વાગ્યા હોવાથી પરિવારના એકના એક દીકરા અજયનું ટૂંકી સારવાર દરમિયાન નિધન થયું હતું. અજયને બચાવવા પડેલા તેના મિત્રને પણ ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મનોજભાઈએ જણાવ્યું હતું કે, અજય લગ્ન પ્રસંગમાં સાઉન્ડ સિસ્ટમાં મજૂરી કામ કરતો હતો. બુધવારની રાત્રે ઘર નજીક કેટલાક લોકો અજય અને તેના મિત્રો પર તૂટી પડ્યા હતા. જેથી દોડીને ત્યાં ગયા તો એક જ પરિવારના 5 સભ્યો અજયને માર મારી રહ્યાં હતાં. ભીડની વચ્ચે માર ખાતા અજયને ચપ્પુ મારી દેવાતા તે જમીન પર ઢળી પડ્યો હતો. ત્યારબાદ હુમલાખોરો ત્યાંથી ભાગી ગયાં હતાં.
હુમલાખોરોમાં દિપક અને તેનો પુત્ર ધવલ હોવાનું સામે આવ્યું હતું. વધુમાં ઉમેરતા અજયના પિતા મનોજભાઈએ કહ્યું કે, અજયને લોહી-લુહાણ હાલતમાં જોઈ મિત્રો તાત્કાલિક સારવાર માટે તેને સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં તેને છાતીમાં અને બીજો એક ઘા પેટ પર વાગ્યો હતો. ડોક્ટરોએ તાત્કાલિક ઓપરેશનમાં લેતા જાણવા મળું હતું કે, તેની હાલત ગંભીર છે. આ દરમિયાન સવારે તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. અજય પરિવારનો એકનો એક દીકરો હતો.
મૃતક અજયના મિત્ર અનિકેત નાયકાએ જણાવ્યું હતું કે, અજય પર થયેલા હુમલા પાછળનું કોઈ કારણ મને ખબર નથી. જોકે એને બચાવવા જતા મને પણ કોઈએ પીઠ પર ચપ્પુના ઘા માર્યા હતાં. હું ઘરે ગયો પછી મને ઈજા થઈ હોવાની જાણ થઈ હતી. હું પણ સાઉન્ડ સિસ્ટમ પર જ કામ કરૂં છું. મને અજયના મોતનો આઘાત છે અને હુમલાખોરો પકડાવવા જોઈએ.
અજયના માસા જગદીશભાઈ અને માસી સીતાબેનએ જણાવ્યું હતું કે, અજયને પાર્કિંગને લઈને બબાલ થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે સમગ્ર હત્યા થઈ હોય શકે તેવી આશંકા છે. જેથી પોલીસે યોગ્ય તપાસ કરીને ન્યાય અપાવવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle