હત્યા કે આત્મહત્યા ઘેરાતું રહસ્ય: કેનાલમાંથી મળી આવી સ્કોર્પિયો કાર, સમગ્ર ઘટના વિશે જાણીને તમારા રુંવાડા ઉભા થઈ જશે

ગઈકાલે ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે ત્યાં બીજી બાજુ એક કેનાલમાંથી વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડી મળી આવી છે. જેમાં એક ચોંકાવનારી વાત સામે આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સવારથી મૂળ શિનોર તાલુકાના નાનાકરાળાના ગામના રહેવાસી દિશાંત ભુપેન્દ્રભાઈ ઠાકર કે જેઓ ખેતીકામ કરે છે સાથે સાથે તેઓને ખાખરાની ફેક્ટરી પણ છે.

જેઓ દરરોજ પોતાની ખેતીવાડી સંભાળવા માટે નાના કરાડા આવી પહોંચે છે. ત્યારે ગઈકાલે બોડેલીથી નીકળ્યા બાદ ઘરે પરત ફર્યા ન હતા જેને લઈને પરિવારજનો દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ દરમિયાન આજે વહેલી સવારે ડભોઇના શંકરપુરા ગામ નજીક આવેલ માઈનોર કેનાલમાં એક સ્કોર્પિયો ગાડી હોવાનું ગ્રામજનોનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. સાથે જ નગરપાલિકાના ફાયર ફાયટરો અને ગ્રામજનોના સહયોગથી સ્કોર્પિયો કારને ખુબ મહેનત બાદ બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ જ્યાંરે સ્કોર્પિયો ગાડીની તલાશી લીધી ત્યારે ડ્રાઈવર સીટ ઉપર એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.

ઘટનાને લઇને હાલ મામલતદાર કક્ષાના અધિકારીઓ દ્વારા ઘટના સ્થળ પર જઇ પંચકેસ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ મહત્વની વાત એ છે કે, આ કેનાલમાંથી અનેક વખત આવી દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હજી એક વર્ષ પહેલા અલ્ટો કારમાં એક આખો પરિવાર કેનાલમાંથી કાઢવામાં આવ્યો હતો. જ્યાં બીજી બાજુ આ ઘટના સામે આવતા અનેક તર્ક-વિતર્કો લખવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ હવે આગામી સમયમાં આ કેસમાં વળાંક ના આવે છે કે નહી તે જોવાનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *