સુરતમાં અસામાજિક તત્વોનો આંતક: જાહેરમાં યુવાને ચપ્પુ માર્યા બાદ પટ્ટાથી માર મારીને દોડાવ્યો- જુઓ CCTV ફૂટેજ

Surat માં હાલ છેલ્લા કેટલાક સમયથી પોલીસની નિષ્ક્રિયતાને પગલે અસામાજિક તત્તવો બેફામ બન્યા છે. કેટલાક અસામાજીક તત્તવો એક યુવાનને ચપ્પુ માર્યા બાદ આ લોકો આંતક મચાવતા હોવાના સીસીટીવી (CCTV) સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા પોલીસ (Surat Police) દોડતી થઇ છે.

સતત અસામાજિક તત્તવો જાણે ખુલ્લેઆમ લોકો પર પોતાની દાદાગીરી સાથે ગુંડાગર્દી અને લોકોને સામાન્ય બાબતે મારમારી પોતાની ઘાક જમાવતા હોવાની સતત ઘટના સમયે આવી રહી છે. આ દરમિયાન આવી ઘટના દિવસેને દિવસે સામાન્ય બની છે અને તેમાં પણ સૌથી વધુ આવી ઘટના બને છે. અહીંયા પહેલા લેડી ડોન ભુરીનો આંતક હતો. ત્યારે થોડા સમય અહીંયા બીજા અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જોકે, ગઈરાત્રે અહીંયા અસામાજિક તત્વો દ્વારા એક યુવાને ચપ્પુના ઘા મારવાની ઘટના બની હતી.

ત્યારબાદ આ વિસ્તારના લોકોએ હોબાળો મચાવી વિરોધ નોંધવામાં આવ્યો હતો. અસામાજિક તત્તવોની બેખોફ બનીને એક યુવાને પોતાના કમરમાં પહેરેલો પટ્ટો કાઢીને માર મારવા લાગ્યા હતા. જેને લઈને આ યુવાન ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગી એક નાની હોટલમાં સંતાઇ ગયો હતો. જોકે, આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

આ સીસીટીવી વાઇરલ થયાની સાથે પોલીસ દ્વારા આરોપીને સીસીટીવીની મદદથી શોધખોળ શરુ કરી છે અને આ અંગે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. જયારે ચપ્પુ મારનાર યુવાન હાલમાં હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યો છે. તેનું નિવેદન લઇને હુમલાખોરોને પકડી પાડવા અલગ અલગ ટિમ બનાવી પોલીસ દ્વારા વધુ તપાસના ચક્રો ગતિમાન કારવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના સુરતમાંથી સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *