પિતાની નજર સામે જ પુત્ર પર હથોડા- તલવારથી કરાયો હુમલો, તોડી દીધો દમ, જાણો કયાની છે ઘટના

સુરતમાંથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવાનને ઘરમાં ઘૂસી કેટલાક હુમલાખોરોએ માથામાં તલવારના ઘા મારી હથોડાથી હાથ-પગ તોડી પતાવી દીધો હતો. જુગારમાં જીતેલા રૂપિયાની માગ કરનારને ના પાડતા થયેલો ઝગડો હત્યા સુધી પહોંચ્યો હતો. ગુરુવારની મધરાત્રે ગૌતમ પર પિતાની નજર સામે થયેલા નિર્દય હુમલા બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જયાં ગૌતમનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, કપિલભાઈ ઉજયનાથ સ્વાઈ કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવારની રાત્રે લગભગ 9:45 વાગ્યે કપિલભાઈ રસોઈ બનાવતા હતા. પુત્ર ગૌતમ પિતા સાથે વાત કરતા કરતા વિમલ લેવા ઉભા થયો ને તરત તેની ઉપર બાબુએ તલવાર વડે માથામાં હુમલો કરી દીધો હતો.

ગૌતમ જમીન પર પડી ગયો. ત્યારબાદ ફરી તેના માથામાં તલવારના ઘા મરાયા હતા. કપિલભાઈ પુત્રને બચાવવા ઉભો થયો ત્યારે હુમલાખોરોએ તેને ઘરઇન બહાર કાઢી મૂક્યો, કંઈ સમજ પડે એ પહેલાં બાબુ બોલ્યો તું ભાઈ બનના ચાહતા હે કહી તેના માણસોને કહ્યું ઈસ કા હથોડા સે હાથ-પાવ તોડ દો ને માણસો ગૌતમ પર તૂટી પડ્યા હતા.

ગૌતમ 15 દિવસ પહેલા જ વતન ઓરિસ્સાથી સુરત આવ્યો હતો. લુમ્સના કારખાનામાં નોકરી કરતો હતો. 5 દિવસથી બેકાર હતો. પિતાએ જણાવ્યું હતું કે, બસ હંમેશા એક જ વાત કરતાં પહેલાં ઘર બનાવીશ અને ત્યારબાદ લગ્ન કરીશ. તેનો નાનો ભાઈ પણ આ ઘટનાને સાંભળી ચોંકી ગયો છે. હુમલા બાદ ગૌતમને તાત્કાલિક સારવાર માટે 108માં સિવિલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું સવારે 5 વાગે મોત નીપજ્યું હતું.

મૃત્યુ પહેલાં ગૌતમે પોલીસને જણાવ્યું હતું કે, વતનમાં જુગાર રમતા હું જીતી ગયો હતો. બાબુએ જીતેલા રૂપિયામાંથી હિસ્સો માંગ્યો હતો. મેં ના પાડતા ઝગડો થયો હતો. મેં બાબુને મારીને ભગાડ્યો હતો. જેનો બદલો લેવા બાબુએ મારી પર હુમલો કર્યો છે.

આ ઘટના સંદર્ભે કપીલ સ્વાઈ દ્વારા તેના કૌટુંબીક પુત્ર અને બાબુલા, મિથુન સુભાષ પાઢી, ધોબા ભગવાન સ્વાઈ, પુનમચંદ વિપ્ર ગૌડ, નિલાંચલ કબિરાજ ગૌડ, બલરામ અને ગુસ્કુર્સીગ નામના વ્યકિત વિરૂધ્ધ હત્યાની ફરીયાદ નોંધાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *