હાલમાં મહારાષ્ટ્રથી નેપાળ જઈ રહેલા પરિવાર ભિંડના મેહગાંવમાં અકસ્માતનો શિકાર થયો હતો. પૂરપાટ જઈ રહેલી કારને સામેથી આવી રહેલા વાહને ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, કારની આગળની સીટ પાછળની સીટ સાથે ભેગી થઈ ગઈ હતી. કારમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં પતિ-પત્ની અને પુત્ર સામેલ છે. કચ્ચરઘાણ થઈ ગયેલી કારની બોડીને ગેસ કટર વડે કાપીને મૃતદેહ અને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અકસ્માત શુક્રવારે સવારે 5 વાગે NH-92 પર જ્ઞાનેન્દ્રના પુરા નજીક સર્જાયો હતો. પોલીસને જાણ થતાં જ તે ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં હાજર લોકોની મદદથી પોલીસે ઘાયલો અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને જેએએચ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
નેપાળના સેતુરીના રહેવાસી શેર બહાદુર હુડ્ડા, વિનોદ અને અન્ય તમામ મહારાષ્ટ્રના ઉલ્હાસ નગરમાં વોચમેન છે. દર વર્ષે તેઓ માર્ચ મહિનામાં શિવરાત્રિ પહેલા પુજા કરવા માટે ઘરે જાય છે. આ જ ક્રમમાં મહારાષ્ટ્રના ઉલ્હાસ નગરથી શેરબહાદુર પરિવાર અને મિત્રો સહીત કુલ 11 લોકો કારમાં સવાર થઈને ગુરુવારે સવારે નીકળ્યા હતા. શુક્રવારે સવારે જયારે તે લોકો NH-92 પર મેહગાંવમાં જ્ઞાનેન્દ્રના પુરા નજીક પહોંચ્યા તે દરમિયાન જ સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલ વાહને તેને ટક્કર મારી દીધી હતી.
અકસ્માત એટલો ભયંકર હતો કે, નેપાળી પરિવારની કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માત સર્જાતા કારમાં ફસાયેલા લોકોને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. પરતું, ચાર લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં કારમાં સવાર 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા ઇજાગ્રસ્તોને ગ્વાલિયરના જેએએચ ખાતે રીફર કરવામાં આવ્યા હતા, જ્યાં ત્રણની હાલત નાજુક છે. કારમાં 11 લોકો સવાર હતા. ટક્કર મારીને નાસી છૂટેલા વાહન બાબતે હજુ કોઈ જાણ થઈ નથી. ઘટના બાદ આરોપી ડ્રાઈવર વાહન લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસને આશંકા છે કે ટક્કર મારનાર વાહન કોઈ ટ્રક હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle