સુરતમાં મનપાના કર્મચારીને એવું તો શું દુઃખ આવી પડ્યું કે, હોટલમાં ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ વધતી જોવા મળે છે. હજુ તો આયેશા આપઘાત કેસના પડધાં શમ્યા નથી ત્યાં વડોદરામાં સામૂહિક આત્મહત્યા અને આણંદમાં પણ સામૂહિક આપઘાતની ઘટના ઘટી ચુકી છે. આ દરમિયાન રોજ રોજ લોકો જિંદગીથી કંટાળીને જિંદગી ટૂંકાવી રહ્યા હોવાની ઘટનાઓમાં સતત વધારો જોવા મળ્યો છે.

આવી જ એક વધુ કરૂણ ઘટના સુરતમાંથી સામે આવી છે. સુરત મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી છે. સુરતમાં નોકરી કરતા આ કર્મચારીએ અંકલેશ્વરમાં એક હોટલમાં રૂમ ભાડે રાખી અને આત્મહત્યા કરી લેતા હોબાળો મચી ગયો છે. સુરતમાં રહેતા કર્મચારીના પરિવાર પર આભ ફાટ્યું છે. પરિવારે પોતાનું સર્વસ્વ ગુમાવ્યું છે.

ઘટનાની વિગતો એવી છે કે, સુરત ખાતે પરિવાર સાથે રહેતા અને આરોગ્ય વિભંગમાં ફરજ બજાવતા કર્મચારી વિનોદ ખેતરીયા છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવામાં ફરતા હતા. તેમને રૂપિયાની તકલીફ હોવાને લઈને રૂપિયા ઉધાર લીધા હતા. તે ભરપાઈ ન કરી શકતા તેમના માથે મોટું દેવું થઇ ગયું હતું. બીજું બાજુ રૂપિયા જેની પાસેથી લીધા હતા તે સતત રૂપિયાની ઉઘરાણી કરતા હોવાને લઈને છેલ્લા લાંબા સમયથી તેઓ માનસિક તણાવ અનુભવતા હતા.

જોકે, બે દિવસ પહેલા પોતાની નોકરી પુરી કરી બીજા દિવસની રજા લઈને આ કર્મચારી સુરતથી નીકળી અંકલેશ્વરના વાલિયા ચોકડી પાસે આવેલી હોટલ સન પ્લાઝામાં રૂમ ભાડે રાખી રોકાયા હતા. જોકે, આ કર્મચારીએ રૂમમાં જઈને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.  હોટલ સ્ટાફ દ્વારા રૂમ સર્વિસ માટે દરવાજો ખટખટાવા છતાં દરવાજો ના ખુલતા હોટલ મેનેજરને જાણ કરવામાં આવી હતી.

હોટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને આ મામલે જાણકારી આપવામાં આવી હતી. જોકે પોલીસે આવીને હોટલનો દરવાજો ખોલતા આ મનપા કર્મચારી મૃત હાલતમાં મળી આવતા પોલીસે આ કર્મચારીઓનાં મૃતદેહને પીએમ માટે મોકલી આપી પરિવારને આ ઘટનાની જાણકારી આપવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આપઘાતની ઘટનાઓ વધવાથી સમાજમાં એક પ્રકારે નકારાત્મકતા પ્રસરાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *