હાલમાં દેશભરમાં કોરોના વાયરસનું રસીકરણ અભિયાન જોરશોરથી હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આ રસીકરણ અભિયાન ઝડપી બનાવવામાં આવ્યું છે. પરંતુ ગુજરાતમાં તો કોરોના વાયરસનો બીજો ડોઝ લીધા બાદ એક વ્યક્તિને ફરી કોરોનાનું સંક્રમણ લાગ્યું હોવાની ઘટનાએ ભારે હોબાળો મચાવ્યો છે. આ જાણકારી ગાંધીનગરના સીએમઓ ડૉક્ટર એમએચ સોલંકીએ આપી છે.
મળતી માહિતી અનુસાર, વેક્સીનના બે ડોઝ લીધા બાદ પણ કોરોના સંક્રમિત થનાર વ્યક્તિ એક સ્વાસ્થ્યકર્મી છે. ડૉક્ટર સોલંકીએ આ અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યકર્મ દ્વારા કોરોનાની રસીનો પહેલો ડૉઝ 16 જાન્યુઆરીએ અને બીજો 15 ફેબ્રુઆરીએ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને તાવ આવી ગયો હતો.
આ ઉપરાંત ,દર્દીને કોરોનાના લક્ષણો પણ હતા જેની તપાસ કરતા તે સંક્રમિત હોવાનો ખુલાસો થયો હતો. સીએમઓએ જણાવ્યું હતું કે, સ્વાસ્થ્યકર્મીમાં કોરોનાના લક્ષણો સાવ નજીવા હોવાના કારણે તેને ઘરમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, તે સોમવારે કામ કરવાની સ્થિતિમાં આવી જશે.
સંક્રમણ કેમ ફેલાયુ તે બાબતે ડોક્ટર સોલંકીએ કહ્યું હતું કે, કોરોનાની વેક્સીનના બંને ડૉઝ લીધા બાદ શરીરમાં એંટીબોડી વિકસીત થવામાં સામાન્ય રીતે 45 દિવસનો સમયગાળો લાગે છે. તેમણે કહ્યું હતું કે, વેક્સીનના બંને ડોઝ લીધા બાદ પણ સાવચેતી રાખવી તો જરૂરી જ છે. લોકોએ માસ્ક પહેરવું જોઈએ અને બે ગજની દૂરી સહિત કોરોના સાથે સંકળાયેલી તમામ સાવચેતીનું કડકાઈપૂર્વક પાલન કરવું જરૂરી છે. આ ઘટના ગાંધીનગર જીલ્લાના દેહગામ તાલુકાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle