આને કહેવાય ખરો પશુપ્રેમ: શ્વાનના નિધન પછી યાદો તાજી રાખવા રાજ્યમાં સૌપ્રથમવખત શરુ કર્યું એવું કાર્ય કે…

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક પશુપ્રેમીઓને લઈ જાણકારીઓ સામે આવતી હોય છે. કોઈપણ વ્યક્તિ પોતાના પ્રિય વ્યક્તિની કાયમી વિદાય લીધા બાદ તેને હરહંમેશ યાદ રાખવા…

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક પશુપ્રેમીઓને લઈ જાણકારીઓ સામે આવતી હોય છે. કોઈપણ વ્યક્તિ પોતાના પ્રિય વ્યક્તિની કાયમી વિદાય લીધા બાદ તેને હરહંમેશ યાદ રાખવા માટે કંઈકને કંઈક કરતો હોય છે. કેટલાક લોકો તો આવાં સ્વજનની યાદમાં સ્ટેચ્યૂ બનાવતા હોય છે.

જયારે કેટલાંક લોકો તેમના નામથી દાન ધર્મની સેવા કરતા હોય છે પરંતુ રાજ્યમાં આવેલ સુરતમાં એક તબીબ પરિવારે પોતાના પાળતુ શ્વાનના અવસાન પછી તેની યાદગીરી તાજી રાખવા એક શ્વાન માટે કુલ 10 લાખ રૂપિયાના ખર્ચે ડાયાલિસીસ સેન્ટર જ ઉભું કરી દેવામાં આવ્યું છે.

ગુજરાતનું સૌપ્રથમ પ્રાણીઓનું ડાયાલિસીસ સેન્ટર :
સુરતમાં રહેતા તબીબ મહેન્દ્ર ચૌહાણના પરિવાર દ્વારા 5 વર્ષ અગાઉ તેમના પાળતુ શ્વાનને કિડની ફેઈલ થવાને લીધે ગુમાવવો શ્વાનને જીવ ગુમાવવો પડ્યો હતો. તેમનો શ્વાન લિઓ તેમની માટે પરિવારજન જેવો જ હતો. જેમની સાથે તેમની લાગણી જોડાયેલી હતી.

કિડની ફેઈલ થવાને લીધે તેઓ તેમની સારવાર કરવાં માટે રાજ્યમાં કેટલીક જગ્યાએ તપાસ કરી હતી પરંતુ આ સારવાર મુંબઇ તથા દિલ્હીની સિવાય રાજ્યમાં એકપણ શહેરમાં ઉપલબ્ધ હતી નહિ. જો કે, સમયસર સારવાર મળે તેની પહેલાં જ તેમના શ્વાનનું મોત નીપજ્યું હતું.

આ બનાવે તેમને અન્ય પાળતું શ્વાન તથા બિલાડીને કિડનીની સારવાર માટે ડાયાલીસીસ સેન્ટર ઉભું કરવા માટેની પ્રેરણા આપી હતી તેમજ તેમણે 10 લાખ રૂપિયાના ખર્ચે પશુઓ માટે ડાયાલીસીસ સેન્ટર ઉભું કર્યું છે કે, ત્યાં પશુઓના સ્પેશ્યાલિસ્ટને પણ રાખવામાં આવ્યા છે જેઓ તેમને સારવાર આપી શકશે.

સારવાર માટે મુંબઈ, દિલ્હી સુધી જઈને 20,000 સુધીનો ખર્ચ કરવો પડ્યો :
મહેન્દ્રભાઈ ચૌહાણ જણાવતાં કહે છે કે,અત્યાર સુધી આવા અસંખ્ય પશુઓને સારવાર ન મળવાને લીધે મોતને ભેટવું પડતું હતું. આટલું જ નહીં રાજ્યમાં એકપણ જગ્યાએ સારવાર ઉપલબ્ધ ન હોવાને લીધે મુંબઈ, દિલ્હી સુધી જઈને કુલ 20,000 રૂપિયાનો ખર્ચ પણ કરવો પડતો હતો. ગુજરાતમાં સૌપ્રથમવાર સુરતમાં ઉપલબ્ધ થતા શ્વાન તથા બિલાડીઓને ડાયાલિસિસની સારવાર માટે આશીર્વાદ સમાન બનશે.

રખડતા શ્વાન તથા બિલાડીઓ માટે આ સેવા મફત :
ચૌહાણ પરિવાર જણાવે છે કે, રખડતા શ્વાન તથા બિલાડીઓની માટે આ સેવા મફતમાં રાખવામાં આવી છે. પશુઓની માટેનું ડાયાલિસીસ મશીન પણ સામાન્ય દર્દીના સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું મશીન જેવું જ હોય છે. આ સેવા હવે સુરતમાં શરૂ થવાથી સુરતના અનેક પશુપ્રેમીઓને પણ રાહત મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *