હાલ સુરત શહેરમાં યુકેના કોરોના સ્ટ્રેઈનના એકસાથે ત્રણ-ત્રણ કેસ મળી આવતાં આરોગ્ય તંત્રમાં હોબાળો મચી જવા પામ્યો છે. બીજી બાજુ જાણવા મળ્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં રસીના બે ડોઝ લીધા બાદ દહેગામના તાલુકા આરોગ્ય અધિકારી કોરોના સંક્રમિત થયા છે. સુરતમાં યુકેના કોરોના સ્ટ્રેઈનના ત્રણ કેસમાં અડાજણની 59 વર્ષની મહિલા અને અડાજણના 45 વર્ષીય આધેડ તથા અઠવા વિસ્તારના 17 વર્ષના યુવકનો સમાવેશ થાય છે.
આ ત્રણેય દર્દીની વિદેશ પ્રવાસની કોઈ હિસ્ટ્રી નથી. ફક્ત 17 વર્ષના યુવકની દિલ્હીના પ્રવાસની હિસ્ટ્રી છે. આ ત્રણેય કેસ ફેબ્રુઆરી માસમાં પોઝિટિવ આવ્યા હતા. જેના રેન્ડમલી સેમ્પલ લઈ નવા કોરોના સ્ટ્રેઈનની આશંકા વચ્ચે ગઈ તા. 11 ફેબ્રુઆરીએ પુણેની લેબોરેટરીમાં મોકલાયા બાદ શુક્રવારે ત્રણેયનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
બીજી તરફ ગાંધીનગર જિલ્લાના દહેગામના તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી ડો.આર.કે. પટેલે 16મી જાન્યુઆરીના રોજ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. 28 દિવસ બાદ બીજો ડોઝ લીધો હતો. બીજા ડોઝ બાદ કોરોનાના લક્ષણો દેખાતા, ટેસ્ટ કરાવતા સંક્રમિત આવ્યાનું જાણવા મળ્યું છે. હાલમાં તાલુકા આરોગ્ય અધિકારી હોમ આઇશોલેશન છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle