પ્રેમસંબંધમાં નડતરરૂપ પતિનું કાસળ કાઢવા પ્રેમીએ એવો પ્લાન ઘડ્યો કે.., જાણીને પોલીસ પણ ચોકી ઉઠી 

આજકાલ હત્યાના કેસોમાં ઘણો વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતની પુના પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક ઈસમો ઘાતક હથિયાર સાથે લૂંટના ઇરાદે એકત્ર…

આજકાલ હત્યાના કેસોમાં ઘણો વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન સુરતની પુના પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક ઈસમો ઘાતક હથિયાર સાથે લૂંટના ઇરાદે એકત્ર થયા છે. જોકે, પોલીએ આ ઈસમોને પકડી પાડી તપાસ કરતા પ્રેમિકાને પામવા માટે તેના પતિની હત્યા કરવા પ્રેમીએ તેના મિત્રો સાથે મળીને પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું હતું. જોકે, પોલીસ દ્વારા તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આ લબરમૂછિયા શખ્સોને ઝડપી પાડી ખૂની ખેલ સમયસર અટકાવ્યો છે. ઝડપાયેલા શખ્સો પાસેથી તીક્ષ્ણ હથિયાર મળી આવ્યા છે. સુરતમાં સતત વધી રહેલા ગુનાને લઈને પોલીસ દ્વારા ગુણા આચરતા લોકો ગુનો કરે તે પહેલા તેમને પકડી પાડવા માટે બાતમીદારનું નેટવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન સુરતના પુના પોલીસને માહિતી મળી હતી કે, સુરતના પુણા રોડ પર આવેલ આઈ માતા ક્રોસરોડ રેસ્ટોરન્ટ સામે નવી બંધાતી સંકેત બિલ્ડિંગ પાસે કેટલાક ઇસમો હથિયારો સાથે ભેગા થયા છે અને તેઓ લૂંટ અથવા અન્ય કોઈ ગંભીર ગુનાને અંજામ આપવાના હોય તેવું લાગી રહ્યુ છે. આ બાતમીના આધારે પોલીસ દ્વારા તાત્કાલિક બાતમીવાળા સ્થળે જઈ તપાસ કરતા ત્યાંથી પાંચ આરોપીઓ મળી આવ્યા હતા.

આરોપીઓમાં સરફરાજ હાજી મુલતાની, આબીદ અનવર શેખ, સંજય પુરણ પવાર, અબ્દુલ રહીમ યાકુબ સૈયદ અને મોબીન અલ્તાફ સૈયદ હોવાનું ખુલ્યું છે. આરોપીઓ પાસેથી 3 છરા મળતા પોલીસ પણ ચોંકી હતી. આ ઉપરાંત તેઓની પૂછપરછમાં પણ ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જાણવા મળ્યું છે કે, આરોપીઓમાં મુખ્ય આરોપી સરફરાજ છે.

સરફરાજનો એક પરિણીતા સાથે પ્રેમ હતો અને આ પરિણીતા સાથે છેલ્લા કેટલાક મહિનાથી પ્રેમ સંબંધમાં છે. તેના પ્રેમ સંબંધની જાણ પરિણીતાના પતિને થઈ હતી. સરફરાજ અને પરિણીતાના પ્રેમ સંબંધ વચ્ચે પતિ નડતરરૂપ હતો. આ વાતને લઈને સરફરાજે પરિણીતાના પતિ સાથે ફોન પર પણ ઝઘડો પણ કર્યો હતો.

ત્યારબાદ સરફરાજે તેના સાથીઓ સાથે મળીને પરિણીતાના પતિ હત્યા કરવાનું નક્કી કર્યું હતું. તેથી સરફરાજે રાત્રે પરિણીતાના પતિને સંકેત બિલ્ડિંગ પાસે બોલાવ્યો હતો. પરંતુ, આ દરમિયાન પરિણીતાનો પતિ આવે તે પહેલા જ પોલીસ આવી ગઈ હતી. પોલીસ દ્વારા પ્રેમી સાથે તેના મિત્રને ઘાતક હથિયાર સાથે ઝડપી પડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *