હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેને જાણીને તમને કદાચ ખુબ નવાઈ લાગશે. જે અશ્વેત યુવાનની હત્યા પછી રાષ્ટ્રીય સ્તરે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. હવે એના પરિવારને કુલ રૂ.196.2 કરોડ મળ્યા છે. હકીકતમાં નકલી નોટ દેવાના આક્ષેપમાં પોલીસે એક યુવાનની ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસે આધેડને જમીન પર ઊંધો સૂવડાવીને બળપ્રયોગ કર્યો હતો. આ ઘટના વખતે યુવાનનું મોત થયું હતું.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યા પછી અમેરિકા સહિત અન્ય કેટલાક દેશમાં પણ ‘બ્લેક લાઈવ્ઝ મેટર’ અભિયાનની શરૂઆત થઈ હતી એટલે કે, અશ્વેત માણસોને પણ અમેરિકામાં જીવવાનો હક છે. શ્વેતનું જીવન પણ ખુબ મહત્ત્વનું છે. ત્યારપછી એ પોલીસકર્મી પર હત્યાનો આક્ષેપ લાગ્યો હતો. ત્યારપછી એની ધરપકડ કરીને કારાવાસમાં નાંખી દેવામાં આવ્યો હતો.
યુવાનના પરિવારજનોએ એના મૃત્યુ પછી પોલીસ રાજ્ય પર સિવિલ કોર્ટમાં દાવો માડ્યો હતો. બીજી બાજુ હત્યાના કેસમાં પોલીસ વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જે કેસની સુનાવણી હવે થોડા દિવસમાં શરૂ થવાની છે. પોલીસ રાજ્યએ મૃતકના પરિવારની સાથે સિવિલ કોર્ટના કેસને લઈ કેટલીક બાબતે સમાધાન કરી લીધું છે.
પોલીસ રાજ્ય પરિવારને 196.2 કરોડ આપવા માટે રાજી થઈ ગયું છે. મૃતકના પરિવારના વકીલ બેંજામીન ક્રંપે કહ્યું હતું કે, ખોટી રીતે હત્યાના આ કેસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સેટલમેન્ટ રકમ છે. આનાથી એક ખુબ સારો સંદેશો એ છે કે, જે અશ્વેત છે એને પણ અમેરિકામાં જીવવાનો હક રહેલો છે. એમની જિંદગી પણ ખુબ મહત્ત્વની છે. અશ્વેતની સામે પોલીસ તરફથી થતી હિંસા બંધ થવી જોઈએ.
અમેરિકાના પોલીસ રાજ્યની કાઉન્સિલ, મૃતકના પરિવારની સાથે સમાધાન કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. આ રકમમાં ફ્લોઈડ ચાર રસ્તા પર દાનમાં મળેલ સાડા ત્રણ કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. જે જગ્યા પર જ્યોર્જનું મોત નીપજ્યું હતું. ત્યાં એમના નામનો એક ચોક બનાવી દેવામાં આવ્યો છે. 25 માર્ચ 2020ના રોજ જ્યોર્જનું મોત થયું હતું.
દુકાનના એક કર્મચારીએ એવું કહીને પોલીસને ફોન કર્યો હતો કે, જ્યોર્જે નકલી નોટ પધરાવી દીધી છે. એ પણ 20 ડૉલરની. ધરપકડ કરવા માટે આવેલ પોલીસે જ્યોર્જને જમીન પર સૂવડાવીને બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગળા પર ગોઠણ વડે બળ કર્યું હતું. આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. નજીક રહેલા લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle