દુશ્મન બનીને પણ મિત્રતા નિભાવી ગયું ચીન: કોરોનાને હરાવવા માટે અમેરિકાએ ના પાડી પણ ચીન આગળ આવ્યું

ભારત સામે નવી-નવી યુક્તિઓ ચલાવનાર ચીન હવે મદદની વાત કરી રહ્યું છે. ચીનનું કહેવું છે કે, તે કોરોનાવાયરસ રોગચાળાના મુશ્કેલ સમયમાં ભારતને તમામ શક્ય મદદ…

ભારત સામે નવી-નવી યુક્તિઓ ચલાવનાર ચીન હવે મદદની વાત કરી રહ્યું છે. ચીનનું કહેવું છે કે, તે કોરોનાવાયરસ રોગચાળાના મુશ્કેલ સમયમાં ભારતને તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે તૈયાર છે. નવી દિલ્હીથી સંબંધિત એક પ્રશ્નના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું હતું કે, કોવીડ-19 રોગચાળો દરેક માટે શત્રુ છે, જેના માટે આંતરરાષ્ટ્રીય એકતા અને પરસ્પર સમર્થન જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં આપણે ભારતને મદદ કરવા તૈયાર છીએ. અહી નોંધનીય બાબત એ છે કે, ચીને સમગ્ર વિશ્વને કોરોના સંકટમાં ધકેલી દીધું છે.

વાંગ વેનબિને કહ્યું કે, અમને ભારતની વિકટ પરિસ્થિતિ અને તબીબી પુરવઠાની અછત વિશે જાણવા મળ્યું છે. ચીન રોગચાળાને કાબૂમાં લેવા ભારતને તમામ શક્ય સહાય પૂરી પાડવા તૈયાર છે. વેનબિને વધુમાં કહ્યું કે, અમારા બધાનું લક્ષ્ય કોરોનાને હરાવવાનું છે અને તે માટે અમે અમારા પાડોશીને મદદ કરવા તૈયાર છીએ. જોકે, તે સ્પષ્ટ નથી થયું કે બીજિંગે સહાય માટે નવી દિલ્હીને સત્તાવાર રીતે કોઈ ઓફર કરી છે કે નહીં.

ભારતમાં કોરોનાની ગતિ વિશે વાત કરવામાં આવે તો દરરોજ અસંખ્ય કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ, 24 કલાકમાં 3,14,835 નવા કેસ નોંધાયા છે. અહી નોંધનીય બાબત એ છે કે, વિશ્વના કોઈ પણ દેશમાં એક જ દિવસમાં કોરોના વાયરસના ચેપના કેસ સામે આવ્યા નથી. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2104 લોકોનાં મોત પણ થયા છે. ભારતમાં અત્યાર સુધીમાં 15 કરોડથી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને અમેરિકા પછી, તે કેસોમાં બીજા સ્થાને આવ્યો છે.

કોરોના વાયરસનો ઉદ્દભવ 2019ના અંતમાં ચીનના વુહાન શહેરથી થયો હતો. ત્યારબાદ સમગ્ર વિશ્વમાં વાયરસ ફેલાયો હતો. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ કોરોના માટે ચીનને દોષી ઠેરવી રહ્યા છે. તેમણે ચીન પર કેટલાક પ્રતિબંધો લગાવીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથેના સંબંધોને પણ તોડી નાખ્યાં.

ટ્રમ્પે કહ્યું કે, ડબ્લ્યુએચઓ ચીન સાથે જોડાણમાં છે. જોકે, કોઈ પણ ટ્રમ્પના દાવાને સંપૂર્ણપણે નકારી શકે નહીં. કારણ કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ટીમે કોરોનાના નામે ચીનમાં જે કાઈ પણ કર્યું, તેનાથી એક સંદેશ મળ્યો કે ડબ્લ્યુએચઓ ચીનને દોષ આપવા માંગતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *