ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી આ 6 જિલ્લાઓમાંથી થયા તડીપાર, સંપ્રદાયમાં મચ્યો ખળભળાટ

ગઢડા છેલ્લા કેટલાક સમયથી કોઈના કોઈ કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કરવા માટે નોટિસ…

ગઢડા છેલ્લા કેટલાક સમયથી કોઈના કોઈ કારણે ચર્ચાના કેન્દ્રમાં રહે છે. ગઢડા ગોપીનાથજી મંદિરના ભૂતપૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને બોટાદ જિલ્લાના નાયબ કલેકટરે તડીપાર કરવા માટે નોટિસ આપતા ખળભળાટ મચ્યો છે. ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને તડિપાર કરવામાં આવ્યા છે. એસપી સ્વામી વિરૂદ્ધ કોરોનાકાળમાં લોકડાઉન દરમ્યાન જાહેરનામાના ભંગ બદલ તેમજ 2007 રોડ વિવાદના કેસના આધારે તડીપાર કરવામાં આવ્યા છે.

કલેક્ટર દ્વારા એસપે સ્વામીને આ નોટિસમાં બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડિપાર કરવામાં આવ્યા છે. સામે પક્ષે એસપી સ્વામીએ પણ હાઇકોર્ટમાં મંદિર મામલે ચાલતા કેશમાં DySP રાજદીપસિંહ નકુમ દ્વારા કેશો પાછા ખેંચવા દબાણ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમણે કહ્યું છે કે, મારા પર 3 કેસ બતાવાયા છે. આ FIR મામલે CBI તપાસ થાય તેવી એસ.પી.સ્વામીની માંગણી છે. ગઠડા સ્વામીનારયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોના વીડિયોએ મચાવી ચકચાર. એસપી સ્વામીને તડિપાર કર્યા બાદ ગઢડા સ્વામીનારાયણ મંદિરના દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને વહીવટી સંતોનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાઈરલ થયો છે.

મંદિરના ચેરમેન હરજીવનદાસ સ્વામી, સલાહકાર ભાનુપ્રકાશ સ્વામી, ટ્રસ્ટીઓ સુરેશભાઈ, વિનુભાઈની વાતચીતનો વિડીયો વાઈરલ થયો છે. ગઢડા મંદિરની ઓફિસમાં ચેરમેન, સલાહકાર અને ટ્રસ્ટીઓ ચુંટણીમાં લાખો રૂપિયા વાપરવામાં આવ્યા હોવાની વાત કરી રહ્યાં છે. સાથે જ તેઓ ભાવનગરના કે પી સ્વામી વિશે પણ જુદી જુદે ટીપ્પણીઓ કરી રહ્યા છે.

ટ્રસ્ટી સુરેશભાઈ કહે છે કે, કે પી સ્વામીને હાથો બનાવે છે. તેમજ સંસ્થાના લાભમાં કે પી સ્વામીને ન ગણાય. કે પી સ્વામી એટલો મોટો આસામી છે તો તેણે ચુંટણીમાં 5 કે 10 લાખ વાપર્યા હોત તો શું ફેર પડેત તેમ ટ્રસ્ટી સુરેશભાઈ કહેતા સંભળાય છે. તો સલાહકાર ભાનુપ્રકાશ સ્વામી પણ કહે છે કે, એક વર્ષથી પાછળ પડ્યા એટલે ગોપીનાથજીની સાક્ષીએ વ્યાજે પૈસા લાવીને આપ્યા. આમ સોશિયલ મીડિયામાં ગઢડા લખો રૂપિયાના ભોપાળામાં વિડીયો થયો વાઈલર. આ જોઈ સ્વામીનારાયણના ભક્તોમાંચર્ચાઓ ઉઠવા લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *