ચોથા માળે એ.સી ફીટ કરવા ચડેલા યુવાનનું નીચે પટકતા ઘટના સ્થળે જ મોત- જાણો ક્યાં બની કરુણ ઘટના

હાલમાં ગુજરાતમાંથી એક ચોકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે. આણંદના વિદ્યાનગર રોડ પર આવેલા અથર્વ કોમ્પલેક્ષમાં એસી ફિટિંગ કરવા પહોંચેલો કર્મચારી ચોથા માળેથી પટકાતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ હતું. એસીનું કામ કરવા માટે આવેલો વ્યક્તિ કોમ્પ્રેસર ફીટ કરી રહ્યો હતો. આ દરમિયાન દુર્ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. આણંદ પોલીસ દ્વારા ઘટના અંગે કાયદેસરની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આણંદના અફીશ સર્વિસીસ ખાતે એસી ટેક્નિશિયન તરીકે નોકરી કરતો આંકલાવ તાલુકાનાં કંજોડા ગામનો 32 વર્ષનો યુવાન મનોજ પરમાર આણંદના વિદ્યાનગર રોડ ખાતે અથર્વ કોમ્પલેક્ષમાં આવેલા એસ્ટ્રોક યોગ સેન્ટરમાં એ.સીનું ફિટિંગ કરવા માટે ગયો હતો. ફિટિંગ દરમિયાન ગેસ પ્રેસરના કારણે તેણે સંતુલન ગુમાવ્યુ હતું અને ચોથા માળેથી નીચે પટકાયો હતો.

આ દરમિયાન તેનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ આકસ્મિક ઘટનાને લઇ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ઘટના અંગે માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તે અંગે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.

જોકે, આ દુર્ઘટના બાદ સવાલ થાય છે કે ચોથા માળે કામ કરી રહેલા યુવાનને કોઇ પણ પ્રકારની સેફ્ટી વગર કેમરિપેરિંગ માટે જવા દેવામાં આવ્યો. યુવાન ચોથા માળ જેટલી ઉંચી જગ્યાએ કામ કરી રહ્યો હતો. આ કામ ખુબ જ જોખમી અને કોમ્પલેક્ષની બહાર લટકીને કરવાનું હોવા છતા પણ તેને કોઇ પણ પ્રકારનાં સુરક્ષા ઉપકરણો વગર જ કામ માટે મોકલી દેવામાં આવ્યો. આ ઉપરાંત યુવાન જે કંપનીમાં કામ કરતો હતો તેની સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલ તો આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *