નિર્દય દીકરાએ વૃદ્ધ માતાને વાળ પકડીને ઢસડી અને સાવરણીથી માર્યો ઢોર માર- વિડીયો જોઇને તમારુ કાળજુ કંપી ઉઠશે

આ કહેવત બધાએ સાંભળી જ હશે કે, “માં તે માં બીજા બધા વગડાના વા” હજુ થોડા દિવસ પહેલા જ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ માં વિશે પોસ્ટ મૂકવામાં આવી હતી. પરંતુ અમુક એવા કિસ્સા જોવા મળે છે જેને સાંભળીને કે વાંચીને આપણને આ બધું એક દેખાડા જેવું લાગે છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વિડીયો વાઈરાલ થયો છે જેમાં એક પુત્રએ તેની વૃદ્ધ માતાને માર માર્યો હતો.

આ વિડીયોમાં પુત્ર તેની માતાને ઢસડીને સાવરણીથી માર મારતો જોવા મળે છે. જયારે આ વિડીયો અંગે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે આ વિડીયો મોરબીનો કાતિપુર ગામમાંથી સામે આવ્યો છે. આ વિડીયો હાલ ખુબ જ ચર્ચામાં છે. આ વિડીયો જોઇને એક શખ્સે તો એમ પણ કહ્યું કે, આવા નરાધમ પુત્રને ગધેડા પર બેસીને ગામડામાં ફેરવવો જોઈએ.

જાણવા મળ્યું છે કે, માતાનું નામ રંભીબેન પરમાર છે અને તેમને બે પુત્રો છે. જેમાંથી તેમના મનસુખ પરમાર નામના મોટા દીકરાએ તેમને સાવરણીથી માર માર્યો હતો. રંભીબેન થોડા દિવસો પહેલા નાના દીકરાના ઘરે ગયા હતા. જેથી મોટો દીકરો ગુસ્સે થયો હતો અને તેમને માર માર્યો હતો. આ દરમિયાન સમગ્ર ઘટના વિડીયોમાં કેદ થઈ હતી.

પ્રથમ દ્રષ્ટિએ આ વીડિયોને જોતા તમારું કાળજું કંપી જશે. જાણવા મળી રહ્યું છે કે, પુત્રને માતા સાથે મતભેદ થતા સાવરણીથી ઢસડીને માર માર્યો હતો. કાંતિપુર ગામનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગામના સરપંચ સુધી આ વાત પહોંચી હતી.

કળીયુગ હાલ તેના અંતિમ તબક્કામાં છે. લોકો પોતાના સંબંધો ભૂલીને તમામ મર્યાદા તોડતા પણ ખચકાતા નથી. લોકો સંબંધોને લજવી રહ્યાં છે. ત્યારે મોરબીમાં દીકરો સાવરણી લઈને માતા પર શેતાન બનીને તૂટી પડ્યો, તેણે માતાને સાવરણીના ફટકા માર્યા હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મોરબીનાં એસ.પી. સુબોધ ઓડેદરા દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કહેવાય છે ને કે, પુત્રો પોતાના માતા પિતાને તરછોડી શકે છે, પરંતુ માતા ક્યારે કમાવતર થતા નથી. આ અંગે હાલ માતાનું નિવેદન સામે આવ્યું છે, જેમાં માતા પોતાના પુત્રને બચાવતી જોવા મળે છે. મોરબીના વૃદ્ધ માતા જણાવે છે કે, તેમના પુત્ર તેમને ખુબ જ સારી રીતે સાચવે છે. મા તે મા… ખોટી બદનામી ના કરો… ના ના ના… મને ખવડાવે છે અને પીવડાવે છે. ખોટી બદનામી ના કરો.. માતીની આ વાતથી એક વાત તો ચોક્કસ છે કે, કપાતર પુત્રની ભૂલને માતા ક્યાંકને ક્યાંક ઢાંકી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *