હાઈવે પર કાર અને ટ્રેલર એકબીજા સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયો જીવલેણ અકસ્માત- આટલા લોકોના થયા દર્દનાક મોત

હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે ત્યારે આવી જ એક માર્ગ અકસ્માતની ભયંકર ઘટના સામે આવી છે. માર્ગ અકસ્માતની આ ઘટનામાં એકસાથે કુલ 4 વ્યક્તિના મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં 2 અન્ય લોકો ખુબ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ઘાયલ લોકોને સ્થાનિક હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા પછી આગળની સારવાર માટે જોધપુર રેફર કરી દેવામાં આવ્યા છે. મૃતકોમાં 3 પુરુષો તેમજ 1 બાળકનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતદેહોને કલ્યાણપુર હૉસ્પિટલમાં મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે.

રાજસ્થાનનાં CM અશોક ગહલોતએ ટ્વીટ કરીને આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે. મળી રહેલ જાણકારી પ્રમાણે આ દુર્ઘટના સવારનાં અંદાજે 9 વાગ્યે માડપુરા-દુર્ગાપુરા મેગા હાઇવેની સરહદ પર સર્જાઈ હતી. અહીં ટ્રેલર તથા કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો.

ઘટના પચ માર્ગ પર કોહરામ મચી ગયો હતો. જયારે બીજી બાજુ દુર્ઘટના સર્જાયા પછી મેગા હાઇવેની બંને બાજુ વાહનોની લાંબી લાઇનો લાગી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં સવાર લોકોમાંથી 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઈ ગયા. જ્યારે 2 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

આની સાથે જ ક્ષતિગ્રસ્ત વાહનોને હટાવી હાઇવેનો ટ્રાફિક ફરી પૂર્વવત કરવામાં આવ્યો હતો. પશ્ચિમ રાજસ્થાનમાં ભારત-પાકિસ્તાનની સરહદ પર આવેલ બાડેમર જિલ્લાના મંડલી પોલીસ સ્ટેશનની હદમાં સોમવારની સવારમાં એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *