છેલ્લા થોડા સમયથી આપઘાત કરવાની ઘટનામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ઘરકંકાસ, આર્થિક સ્તિથી જેવા અનેકવિધ કારણોસર લોકો આપઘાતનું પગલું ભરી લેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી નજીકની અસજોલની કેનાલમાં એક પિતાએ પુત્રીની સાથે મોતની છલાંગ લગાવી હતી. જો કે, આ સમયે ત્યાંથી સાઇકલ પર પસાર થતાં આધેડ ખેડૂતની નજર કેનાલમાં કૂદતા યુવક પર પડી હતી. ખેડૂત ક્ષણભરનો પણ વિચાર કર્યા વિના તેમને બચાવવા માટે કેનાલમાં કૂદ્યા હતા.
જો કે, બાળકી હાથમાં આવી જતા ખેડૂત બાળકીને હેમખેમ બહાર લાવ્યા હતા તેમજ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. આ બનાવ અંગેની જાણ થતાંની સાથે જ બેચરાજી પોલીસ, NDRF ટીમ સહિત તંત્ર પહોંચી ગયું હતું તેમજ કેનાલમાં કૂદનાર યુવકની તપાસ હાથ ધરવામાં આવી છે.
ખેડૂતે કેનાલમાં બાળકીને જોતાની સાથે કેનાલમાં કૂદી બાળકીને બચાવી લીધી :
આસજોલ ગામ નજીક પહેલા પુલની બાજુમાં પુલ પરથી યુવાને બાળકીની સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. ત્યારપછી કેનાલ નજીક આવેલ ખેતરમાંથી ગામના ખેડૂત પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન કેનાલમાં કોઈ પડ્યું હોય એવું લાગતા ખેડૂતે કેનાલમાં બાળકીને જોતાની સાથે જ કેનાલમાં કૂદીને બાળકીનો જીવ બચાવ્યો હતો.
આની સાથે જ ગામમાં સમાચાર ફેલાવાની સાથે જ ગામના સરપંચ સહિત ગામલોકો કેનાલ પર આવી ગયાં હતા. ત્યાર પછી દોઢ વર્ષીય બાળકીને બહાર નીકળ્યા પછી આગળની સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આની સાથે જ તેના પિતાની કેનાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
વહેલી સવારથી તંત્ર દ્વારા કેનાલ પર યુવકની તપાસ કરાઇ રહી છે :
આજે વહેલી સવારથી કેનાલમાં યુવકની તપાસ કરવા માટે બેચરાજી પોલીસ, NDRF ટીમ સહિત તંત્ર કેનાલ પર પહોંચી ગયું હતું. મળતી માહિતી મુજબ હજુ સુધી તપાસની કામગીરી શરુ છે. ગામના સરપંચ પ્રતાપસિંહના જણાવ્યા મુજબ ગઈ કાલે અસજોલ કેનાલના પહેલા પુલ પરથી આ યુવાને પુત્રીની સાથે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી.
આની સાથે જ ત્યાંથી ગામના ખેડૂત ઠાકોર દશરથજી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે કેનાલમાં જોતાની સાથે જ બાળકી દેખાઈ આવતા તેમણે કેનાલમાંથી બાળકીને બચાવી લીધી હતી. હાલમાં યુવકની તપાસ કરવામાં આવી રહી છે.
યુવકને કેનાલમાં પડતો જોઈ મેં તેને બચાવવા કેનાલમાં છલાંગ લગાવી: દશરથજી ઠાકોર ખેડૂત
સમગ્ર ઘટનાના પ્રત્યક્ષદર્શી ખેડૂત દશરથજી ઠાકોર જણાવે છે કે, હું તથા મારી પત્ની ખેતરનું કામ પૂરૂ કરીને ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન કેનાલ પર પિતા પોતાની સાથે પુત્રીને લઈ કેનાલમાં કૂદતાં જોઈ મેં મારી સાયકલ ઉભી રાખીને સીધો કેનાલમાં તેમણે બચાવવા માટે કૂદી પડ્યો હતો.
ત્યારપછી બાળકી હાથ લાગતા બાળકીને લઈને હું બહાર આવી ગયો પરંતુ યુવક દૂર તણાઈ ચુક્યો હતો. જેને લીધે 108ને બોલાવીને હું બાળકીને લઈ સારવાર અર્થે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. આમ, ખેડૂતે બાળકીનો જીવ બચાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle