દિવસેને દિવસે વધી રહ્યા છે મ્યુકરમાઈકોસિસના કેસ, ગુજરાતના આ જીલ્લામાં એક સાથે 200 કેસ નોંધાતા 500 બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ

ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના પ્રતિદિન રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. આ…

ગુજરાતમાં કોરોનાના કેસમાં હાલ સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે કોરોનાની બીજી લહેર વચ્ચે કોરોનાના પ્રતિદિન રેકોર્ડ બ્રેક પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. આ દરમિયાન હવે જીવલેણ બીમારી મ્યુકોરમાઈકોસિસના નવા કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. રાજ્યના દરેક મોટા શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના નવા કેસો સામે આવી રહ્યા છે.

આજે ઓલ ઈન્ડિયા મેડીકલ ઈન્સ્ટીટયૂટ, આરોગ્ય વિભાગ સાથે રાજકોટ સિવિલના અધિક્ષકની હાઈ લેવલ વર્ચ્યુઅલ મિટીંગમાં ઘટસ્ફોટ થયો છે કે, આખા ગુજરાતમાં રાજકોટમાં મ્યૂકર માયકોસીસના કેસ સૌથી વધું છે. મ્યૂકર માયકોસીસના કેસ દિવસેને દિવસે વધતા જોવા મળે છે.

આ દરમિયાન રાજકોટ સિવીલ સર્જન ડો. આર.એસ. ત્રિવેદી દ્વારા જાણવા મળ્યું છે કે, રાજકોટ સિવીલ ખાતે 200થી વધું દર્દી નોંધાઈ ચૂક્યા છે. જે અમદાવાદ, વડોદરા, સુરત કરતા વધું છે. આ દરમિયાન દર્દીઓની વધતી સંખ્યાને જોતા સિવીલમાં 500 બેડની વ્યવસ્થા કરવા પોસ્ટ કોવિડ દર્દીઓને કેન્સર હોસ્પિટલમાં જ્યારે ત્યાના દર્દીઓને સમરસમાં ખસેડવાનું નક્કી કરવામા આવ્યું છે.

મ્યૂકર માયકોસીસના રોગમાં દર્દીઓને દોઢ મહિનો હોસ્પિટલમાં રાખવા પડે છે. આ માટે અમારે ટ્રોમા અને ઓપીડી બિલ્ડિંગમાં તેના માટે અનામત રાખવા પડશે. અહી પૂરા સૌરાષ્ટ્ર ઉપરાંત વડોદરા, અમદાવાદથી પણ દર્દીઓ આવે છે. જાણવા મળ્યું છે કે, મ્યૂકર માયકોસીસ માટે સ્ટીરોઈડ અને ડાયાબિટીસ મુખ્ય કારણ હોવાનું તારણ મિટીંગમા દર્શાવાયુ હતુ.

એમ્સના ડો. ગુલેરીયા દ્વારા રાજકોટમાં વધતા કેસ અંગે ચિંતા દર્શાવવાની સાથે સિવિલ સર્જનને તેમણે અત્યાર સુધી લીધેલા પગલા બદલ આગામી સમયમાં રોલ મોડલ બનવા જણાવવામાં આવ્યું હતું. રાજકોટમાં પહેલા કોરોનાના દર્દીઓ રેમડેસીવીર માટે રઝળતા હતા એવી જ સ્થિતિ હાલ મ્યૂકરના ઈન્જેક્શન માટે થઈ રહી છે. દવાની દુકાનમાં આ ઈન્જેક્શન મળી રહેતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *