શાળામાં ચોરી દરમિયાન તસ્કરોને 6 કલાકની મહેનત બાદ મળી આવી એવી વસ્તુ કે, જાણીને દંગ રહી જશો

ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ રાજ્યમાં આવેલ રાજકોટ જીલ્લામાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ચોરીની કેટલીક ઘટના એવી બનતી હોય છે કે, જેમાં તસ્કરોને મહેનત પણ ખુબ ભારે પડતી હોય છે. આવી જ એક ઘટના રાજકોટના ગોંડલમાં આવેલ દેરડીકુંભાજી ગામમાં બની હતી.

દેરડીકુંભાજી ગામમાં વિવેકાનંદ વિદ્યાલયની ઓફિસને એકસાથે 6 તસ્કરોએ નિશાન બનાવી હતી. એકસાથે 6 ચોરે સતત 6 કલાક સુધી ફાંફાફોળા કર્યા હતાં પણ 60 રૂપિયા જ હાથે લાગતા લોકોમાં હાસ્યાપદ કિસ્સો બન્યો છે. ચોરીની સમગ્ર ઘટના સ્કૂલના CCTV કેમેરામાં કેદ થઇ છે.

એકસાથે 6 તસ્કરોએ મોઢા પર રૂમાલ બાંધ્યા હતા :
સ્કૂલમાં ત્રાટકેલ એકસાથે 6 ચોરોએ પોતાના મોં પર રૂમાલ બાંધ્યા હોવાનું CCTV કેમેરામાં જણાઈ રહ્યું છે. એકસાથે 6 ચોર સ્કૂલના ટેબલ ખોલી ખોલીને વારાફરતી ફાંફાફોળા કરતા નજરે પડે છે પણ ચોરના હાથમાં કંઇ આવતું નથી. ઓફિસના ટેબલના ખાનામાં પડેલા ફક્ત 60 રૂપિયા જ હાથમાં લાગ્યા હતા. જેથી લોકોમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું છે.

પોલીસની નિષ્ક્રિયતા પર પ્રશ્ન ઉઠ્યા :
ગોંડલમાં આવેલ દેરડીકુંભાજી ગામને તસ્કરોએ બાનમાં લીધુ હોય તેમ ઘણીવાર ચોરી થઇ રહી છે. હજુ થોડા દિવસ અગાઉ જ ગામમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો તેમજ એકસાથે 6 દુકાનના શટર તોડ્યા હતા. આ ઘટના પણ CCTV કેમેરામાં કેદ થઇ હતી.

જેમાં ભૂખ્યા 4 ચોરે નમકીન પણ છોડ્યું ન હતું. ઘણીવાર દેરડીકુંભાજી ગામને નિશાન બનાવતા તસ્કરો વિરુદ્ધ પોલીસની નિષ્ક્રિયતા પણ સામે આવી છે. પોલીસ તસ્કરોને પકડી કડકમાં કડક સજા કરે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે.

વિવેકાનંદ વિદ્યાલયના સંચાલકે ફરિયાદ નોંધવા માટેની તપાસ હાથ ધરી :
ગામમાં આવેલ વિવેકાનંદ વિદ્યાલયમાં ચોરી થતા સંચાલકે આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ પણ સ્કૂલ ખાતે દોડી જઇને તપાસ હાથ ધરી છે. શાળામાં ચોરોએ ઓફિસની અંદર સામાન વેરવિખેર કરી નાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *